વિનોદ કાંબલી ફરી વિવાદમાં, પોલીસે કરી ધરપકડ, આ છે આખો મામલો

વિનોદ કાંબલીની પોલીસે રવિવારે એક કેસમાં ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. રવિવારે બપોરે કાંબલીએ મુંબઈમાં તેની સોસાયટીના ગેટ પર કારથી ટક્કર મારી દીધી હતી. આ આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર કાંબલીએ ગેટ પર ચોકીદાર અને સોસાયટીના કેટલાક લોકો સાથે દલીલ પણ કરી હતી. આ પહેલા પણ તે ઘણી વખત વિવાદોમાં આવી ચુક્યો છે.

બાંદ્રા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિનોદ કાંબલી પર IPCની કલમ 279 (સ્પીડ ડ્રાઇવિંગ), 336 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકવું) અને 427 (નુકસાન પહોંચાડવા) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. 50 વર્ષીય વિનોદ કાંબલીએ ઘણા ક્રિકેટ રેકોર્ડ પણ બનાવ્યા છે. તે સચિન તેંડુલકરનો બાળપણનો મિત્ર છે.

17 ટેસ્ટમાં મારી હતી 4 સદી

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ પોતાની કારકિર્દીમાં 17 ટેસ્ટ રમી હતી. તેમણે 54ની એવરેજથી 1084 રન બનાવ્યા. તેણે 4 સદી અને 3 અડધી સદી ફટકારી છે. 227 રન તેમનો શ્રેષ્ઠ સ્કોર છે. ODIની વાત કરીએ તો તેમણે 97 ઇનિંગ્સમાં 33ની એવરેજથી 2477 રન બનાવ્યા છે. 2 સદી અને 14 સદી ફટકારી છે. 206 રનની સર્વોચ્ચ ઇનિંગ્સ રમી છે. તે ODI વર્લ્ડ કપમાં પણ ભારત માટે રમી ચુક્યા છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 35 સદી સાથે 9965 રન બનાવ્યા છે.

વિનોદ કાંબલી ભૂતકાળમાં ઘણા વિવાદોને કારણે ચર્ચામાં રહ્યા છે. 2015માં તેના પર અને તેની પત્ની પર નોકરાણીને હેરાન કરવાનો આરોપ લાગ્યો હતો. આ પછી બંને વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી હતી. બાદમાં કાંબલી અને તેની પત્ની હેવિટે નોકરાણી પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો હતો.

 

Scroll to Top