દરેક વ્યક્તિ પોતાના દેશને પ્રેમ કરે છે. દેશની રક્ષા માટે લોકો પોતાના જીવનનું બલિદાન આપે છે. દેશભક્તિ સાથે જોડાયેલા વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આજે પણ એક હ્રદય સ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે આ સમયે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. આવી સ્થિતિમાં યુક્રેનના લોકો ખૂબ જ પરેશાન છે. તે કોઈપણ કિંમતે પોતાના દેશને બચાવવા માંગે છે. આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે, અમે આ વીડિયોની પુષ્ટી કરી રહ્યા નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાની બાળકી પોતાના દેશ માટે એક સૈનિક સાથે એકલી લડવા માટે તૈયાર થઈ ગઈ છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સૈનિક હથિયાર લઈને ઊભો છે. એક નાની છોકરી તેને મારવા લાગે છે. એ નાની છોકરીને મરવાનો કોઈ ડર નથી. તે પોતાના વતન માટે લડવા માંગે છે. તે વારંવાર સૈનિકને દેશ છોડવા માટે કહી રહી છે. સૈનિક ચુપચાપ ઊભો છે. તે થોડીવાર સ્મિત કરે છે, પછી ચાલ્યો જાય છે.
— MT News Gujarati (@mtgujarati) March 1, 2022
આ વીડિયો 2015 નો છે અને તેમ એક પેલેસ્ટાઇન દીકરી ઇસરાયેલ ના સૈનિક ને ધમકાવતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઈમોશનલ રીતે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો નાની બાળકીના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને લોકો બહાદુર છોકરીને સલામ કરી રહ્યા છે.
આ વીડિયો જોનાર દરેકને ચૌદ વર્ષની ચારણ કન્યા અને ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાણી યાદ આવ્યાં વગર નહીં રહે. આ છોકરીનો આક્રોશ જોઈને જોઈને હાથમાં મશીનગન લઈને યુદ્ધ કરવાની જવાબદારી લઈને ફરતો ઇસરાયેલ સિપાહી પણ ચૂપચાપ ચાલતી પકડવામાં મુનાસીફ સમજી જાય છે.