ગૃહીણીઓેને મોટો ઝટકો, અમૂલ દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો

પહેલા કોરોના અને પછી મંદી વચ્ચે પીસાઈ રહેલી જનતાને પેટ્રોલ ડીઝલ બસ હવે દૂધનો ભાવ વધારો સહન કરવાના દિવસ આવી ગયા છે.  ભારતની પ્રખ્યાત અમુલે દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે . આ પહેલા 1 જુલાઈ 2021ના રોજ પ્રતિ લિટર રૂ.2નો વધારો કરવામાં આવ્યો હતો.

જાણકારી પ્રમાણે અમૂલ દૂધની નવી કિંમતો ગુજરાત, દેશની રાજધાની નવી દિલ્હી, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં લાગુ થશે. કંપનીએ પોતાની બધી બ્રાન્ડ્માં 2 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો કર્યો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવ વધારો આવતીકાલથી લાગુ થશે.

આ નવા ભાવ વધારા અંતર્ગત આવતી કાલથી અમૂલ તાજા 500 ml 24 રૂપિયાના હિસાબે મળશે. આ ભાવ વધારા બાદ અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના 500 ml પાઉચનો નવો ભાવ 30 રૂપિયા થયો છે અને અમૂલ તાજા 500 ml પાઉચનો ભાવ 24 રૂપિયા થયો છે. અમૂલ દ્વારા અમૂલ શક્તિ 500 ml પાઉચનો ભાવ 27 રૂપિયા થયો છે.

Scroll to Top