Video: ખેડૂતે ટ્રેક્ટરથી કરી રશિયન ટેન્કની ચોરી, સૈનિકો જોતા રહી ગયા

રશિયન સૈનિકો યુક્રેનના ઘણા શહેરો પર સતત હુમલા કરી રહ્યા છે. લગભગ 1 લાખ રશિયન સૈનિકો તેમના હથિયારો સાથે યુક્રેનની સરહદમાં પ્રવેશ્યા છે. આ દરમિયાન આવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં યુક્રેનના લોકો રશિયન સેના સામે ટક્કર લઈ રહયા હોય. ત્યારે હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં યુક્રેનના એક ખેડૂતે તેના ટ્રેક્ટરથી બાંધીને રશિયન ટેન્કની ચોરી કરી છે.

ઓસ્ટ્રિયામાં યુક્રેનના રાજદૂત ઓલેઝેન્ડર શેરબાએ એક વીડિયો શેર કર્યો છે. આમાં યુક્રેનના એક ખેડૂતે રશિયન ટેન્ક ચોરી લીધી હોવાનું જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુક્રેનનો ખેડૂત ટેન્કને ટ્રેકટર સાથે બાંધીને રસ્તા પર ખેંચીને લઈ જઈ રહ્યો છે. એક વ્યક્તિ દોડીને ટ્રેકટર પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘જો આ સાચુ હોય તો આ પહેલી ટેન્ક હશે જે કોઈ ખેડૂતે ચોરી કરી હોય.’

સોશિયલ મીડિયામાં આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેનો જોરદાર આનંદ લઈ રહ્યા છે. ઘણા લોકો કહે છે કે ભલે આ સાચું ન હોય તો પણ આ આપણને હસવા પર મજબૂર કરે છે. એક યુઝરે કહ્યું, ‘હું આશા કરું છું કે આ સાચું હોય. આ અઠવાડિયે ભયાનક હુમલો શરૂ થયો ત્યારથી આ પહેલીવાર હું હસ્યો છું.’ ઘણા વધુ યુઝર્સે કહ્યું કે વીડિયો જોયા પછી તેઓ હસવાનું રોકી શક્યા નથી.

Scroll to Top