ભારતમાં એવા ઘણા મંદિર છે જે પોતાની માન્યતાઓ અને વિશેષતાઓને લઇને અદ્ભુત માનવામાં આવે છે.
ભારત માં ધર્મ પ્રત્યે ખૂબ જ આસ્થા છે. અને આખો ભારત દેશ ના વાસી ઓ આ આસ્થા આગળ માથું નમાવે છે.
ભગવાન પર દરેક લોકોને આસ્થા હોય છે અને આ આસ્થાથી પ્રેરિત થઇને લોકો ભગવાનને બધું અર્પણ કરવા તૈયાર રહે છે.
આપણા દેશમાં એવા ઘણા મંદિર છે જ્યાં અનોખી અને હેરાન કરે એવી પરંપરા હોય છે. આવી જ પરંપરા સુરતમાં સ્થિતિ શિવ મંદિરમાં છે, જ્યાં ભક્તો જીવતાં કરચલાં ચઢાવે છે.
આ સાંભળીને તમને હેરાની થઇ હશે ને? પરંતુ આ સાચું છે. સુરતના ઉમર ગામમાં સ્થિતિ રામનાથ ઘેલા મહાદેવ મંદિર છે.
જાણવા મળી રહ્યું છે કે હજારો વર્ષ જૂના મંદિરમાં ભગવાન રામના બાણથી અહીંયા શિવલિંગ પ્રગટ થયું હતું. અહીંયા ભક્ત ભગવાન ભોલેનાથના શિવલિંગ પર જીવતા કરચલાં ચઢાવે છે. જો કે આ વર્ષમાં એક દિવસ એટલે કે ષડતિલા એકદશીના દિવસે જ હોય છે.એકાદશી આપના માટે પવિત્ર માનવામાં આવે છે.
આ રામનાથ ઘેલા મહાદેવ વિસે થોડી વાતો જણાવી એ તેનાથી તમારી પણ આસ્થા થોડી વધી જશે. તાપી પુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ છે.
રામનાથ મંદિરના સ્થાન પર ઘણા વર્ષ પહેલા જંગલ હતું. ભગવાન રામ આ જગ્યા પર પધાર્યા ત્યારે તેમને પોતાના પિતા દશરથનો મૃત્યુ સંદેશ મળ્યો. ત્યારબાદ ભગવાન રામે તાપી નદીમાં જ પોતાના પિતાની તર્પણ વિધિ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીરામે દરિયા દેવને પ્રાર્થાના કરી, ત્યારબાદ પોતે દરિયા દેવને બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તર્પણ વિધિ પૂર્ણ કરાવી. ત્યારબાદ ભગવાન રામે તીર માર્યું અને ત્યારબાદ શિવલિંગ પ્રગટ થયું હતું.
તર્પણ વિધિ બાદ શ્રીરામ નાસિક ચાલ્યા ગયા. તર્પણ વિધિ બાદ ભરતી આવવાના કારણે મોટી સંખ્યામાં કરચલાં તરીને એ જગ્યા પર પહોંચ્યા. ત્યારબાદ શ્રીરામે બ્રાહ્નણોને જણાવ્યું કે આ તમામ જીવોનો ઉદ્ધાર કરવામાં આવે. આ સાથે ભગવાન રામ એ એવું વરદાન પણ આપ્યું કે જે માણસ કાનના રોગથી પીડિત હશે, તો એ જીવતો એક કરચલો શિવલિંગ પર ચઢાવે. કરચલો ચઢાવવાથી એ વ્યક્તિને કાનના રોગથી મુક્તિ મળશે. આ વાતનો ઉલ્લેખ તાપી પુરાણ ગ્રંથમાં પણ કરવામાં આવ્યો છે.
મંદિરના પૂજારી અનુસાર જ્યારે આ મંદિરમાં દર વર્ષે લોકો ષડતિલા એકાદશીના દિવસે આવીને કરચલા ચઢાવે છે. માન્યતા છે કે આવું કરવાથી સ્વાસ્થ્ય ઠીક રહે છે, જેનો ઉલ્લેખ રામાયણમાં પણ મળ્યો છે.રામાયણ આપના માટે પવિત્ર ગ્રન્થ માનવા માં આવે છે ત્યાં પણ તેનો ઉલ્લેખ છે.
તો બીજી એક કથા અનુસાર ભગવાન રામને અહીંયા તરીને આવેલા એક કરચલાંએ પ્રસન્ન કરી દીધા હતા ત્યારબાદ ભગવાનના આશીર્વાદથી આ શિવલિંગ પર કરચલા ચઢાવવામાં આવે છે.
પૂજા દરમિયાન ચઢાવવામાં આવેલા કરચલાને નજીક આવેલી તાપી નદીના પાણીમાં કોઇ નુકસાન પહોંચાડ્યા વગર પંડિતો દ્વારા વિસર્જિત કરી દેવામાં આવે છે.
ષડતીલા એકાદશી એ આ મન્દિર માં ખૂબ જ ભીડ હોય છે દેશ વિદેશ ના ભક્તો અહીં આવે છે તમે પણ જરૂર એક વાર દર્શને જરૂર જજો. આ માહિતી શેર જરૂર કરજો.