યુક્રેનમાં યુદ્ધના છઠ્ઠા દિવસે રશિયાના ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત

ખાર્કિવ ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી. રશિયન સૈનિકો ખાર્કીવ પર ગોળીબાર કરવાનું ચાલુ રાખે છે અને પાવર સબ સ્ટેશનોને ઉડાવી દે છે. 87થી વધુ મકાનોને નુકસાન થયું છે.

વિદેશ મંત્રાલયે ખાર્કિવ ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીના મોતની પુષ્ટિ કરી છે. મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે, “ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં થયેલા ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

દરમિયાન, ખાર્કિવના મેયર ઇગોર તેરેખોવે જણાવ્યું હતું કે, “આક્રમણકારોએ અમને વીજળી સપ્લાય કરતા સબસ્ટેશનોને ઉડાવી દીધા છે. ખાર્કિવમાં જે થઈ રહ્યું છે તે નરસંહાર છે. આ કોઈ ઓપરેશન નથી પરંતુ લોકોને ખતમ કરવાની લડાઈ છે. આ સમગ્ર વિશ્વ સામે ગુનો છે.”

તેરેખોવે નોંધ્યું કે રશિયન સૈનિકો સતત શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે, તોડફોડના જૂથો કામ કરી રહ્યા છે, પરંતુ ખાર્કિવ જીતશે. જુઓ કેટલીક તસવીરો.

#1 યુક્રેન-રશિયા યુદ્ધ:

#2 યુક્રેન-રશિયા યુદ્ધ:

#3 યુક્રેન-રશિયા યુદ્ધ:

#4 યુક્રેન-રશિયા યુદ્ધ:

#5 યુક્રેન-રશિયા યુદ્ધ:

તાજા સમાચાર માટે અમારા પેજ ને લાઇક કરો.

Scroll to Top