રુસો-યુક્રેન યુદ્ધ વચ્ચે બુધવારે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી પંજાબનો રહેવાસી હતો. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે વિદ્યાર્થીનું મૃત્યુ કેવી રીતે થયું.વિદ્યાર્થિને થોડો સમય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
રશિયન સેના યુક્રેનમાં ઝડપી હુમલા કરી રહી છે. યુદ્ધના સાતમા દિવસે સવારથી જ રશિયન સૈનિક રાજધાની કિવ પર હુમલો કરી રહ્યા છે. સવારથી થઈ રહેલા ગોળીબારમાં અત્યાર સુધી ઘણી તબાહી થઈ છે. બુધવાર સવારથી હુમલાઓ ચાલુ છે. કિવમાં સરકારી ઈમારતો પર હુમલા થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે હવે આ વિનાશ એક ભયંકર વળાંક પર આવી ગયો છે.
બુધવારે યુક્રેનમાં મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થી પંજાબનો રહેવાસી હતો. બીજી તરફ મંગળવારે ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થી હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ માહિતી આપી હતી. મંગળવારે માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીનું નામ નવીન હતું. તે કર્ણાટકનો રહેવાસી હતો.
ઉલ્લેખનીય છે કે, ગત દિવસે યુક્રેનમાં રશિયન હુમલામાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. હુમલામાં માર્યા ગયેલા મેડિકલ સ્ટુડન્ટ નવીન શેખરપ્પા ઘાયલ વિદ્યાર્થી જ્ઞાંગૌદર સાથે હતા.