પોતાના વિમાનો પર ચીનનો ધ્વજ લગાવી રશિયા પર બોમ્બમારો કરે અમેરિકા…પછી અમે તમાશો જોઇશું- ટ્રમ્પ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે રિપબ્લિકન નેશનલ કમિટીના ટોચના દાતાઓને સંબોધિત કરતી વખતે આશ્ચર્યજનક નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેણે કહ્યું કે, ‘અમેરિકાએ F-22 ફાઈટર જેટ્સ પર ચીનનો ધ્વજ લગાવીને રશિયા પર બોમ્બમારો કરવો જોઈએ.’ યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘તો આપણે કહેવું જોઈએ કે ચીને હુમલો કર્યો. આ રીતે બંને એકબીજા સાથે લડવા લાગશે અને અમે બેસીને તેનો તમાશો જોઈશું.’ જો કે, ત્યાં હાજર લોકોએ તેને મજાક તરીકે લીધો અને ખૂબ હસ્યા.

તમને જણાવી દઈએ કે ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રિપબ્લિકન સાંસદો રશિયા-યુક્રેન યુદ્ધને લઈને તેમની બેજવાબદાર હરકતો અને નિવેદનોને લઈને ટીકાનો સામનો કરી રહ્યા છે. હકીકતમાં, એક રિપબ્લિકન સેનેટરે શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે ઝૂમ મીટિંગનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. જેના કારણે ઝેલેન્સકીની સુરક્ષા ખતરામાં આવી ગઈ હતી, કારણ કે દુશ્મન દેશ તેનું લોકેશન ટ્રેસ કરી શકે છે. આ પહેલા સાઉથ કેરોલિનાના સાંસદ લિન્ડસે ગ્રેહામે રશિયન લોકોને યુક્રેન યુદ્ધ રોકવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મારી નાખવાની હાકલ કરી હતી.

વાસ્તવમાં અમેરિકાના લોકો ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પને મિસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે એક સર્વેના પરિણામો શુક્રવારે જાહેર કરવામાં આવ્યા હતા. લગભગ બે તૃતીયાંશ અમેરિકનો કહે છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ હોત તો રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન પર હુમલો ન કર્યો હોત. આમાં આશ્ચર્યજનક વાત એ હતી કે જો બિડેનની પોતાની ડેમોક્રેટિક પાર્ટીના 39 ટકા લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પ પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Scroll to Top