ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે વાપસી કરી છે. જેને લઈને ભાજપ છાવણીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ભાજપની જીત પર કેન્દ્રીય મંત્રી અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તે પાર્ટીમાં જીવ ફૂંકશે તેવું કહીને આવી હતી, પરંતુ આખી પાર્ટી ફૂંકીને જઈ રહી છે.
સ્મૃતિ ઈરાનીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેમના આ નિવેદન પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સૂરજ સિંહ નામના યુઝરે કમેન્ટ કરી કે આજનું શ્રેષ્ઠ નિવેદન. મજા આવી ગઈ. રામકૃષ્ણ નામના ટ્વિટર હેન્ડલ પરથી લખવામાં આવ્યું હતું કે એકદમ મુદ્દાની વાત કરે છે સ્મૃતિ ઈરાની, જરા રાહુલ ગાંધી પર પણ કંઈક કહ્યું હોત તો ખુશી બમણી થઈ ગઈ જાત.
Savage from @smritiirani didi pic.twitter.com/DtRDCiuIEI
— Shashi Kumar (Modi Ka Parivar) (@iShashiShekhar) March 10, 2022
અનુભવ સિંહ લખે છે કે આ વર્ષની શ્રેષ્ઠ કોમેન્ટ છે, સ્મૃતિ ઈરાનીજી. સંજય તિવારીએ લખ્યું કે કેવી મજેદાર કોમેન્ટ, એકદમ કિલર. કિરણ સિંહ લખે છે કે આ શબ્દો દ્વારા તમે અમેઠીમાં રાહુલ ગાંધીનો કિલ્લો તોડી નાખ્યો. સીતારામ અગ્રવાલ નામના ટ્વીટર યુઝર્સે કોમેન્ટ કરી કે સ્મૃતિ ઈરાની, તમે તો એકદમ દાઝયા પર મીઠું જ ભભરાવી દીધું છે. એટલી દુઃખી શ્રીમતી વાડ્રા હારથી નથી થઈ, જેટલું દુઃખ તમારી કોમેન્ટથી થયું હશે.
અંશુમન શુક્લાએ લખ્યું કે સીધી બાત, નો બકવાસ. અનૂપ તિવારી લખે છે, ‘આટલી બેઇજ્જતી પણ ન કરો, બિચારા એમ પણ બધી જગ્યાએથી સાફ થઈ ગયા છે.’ દિવ્યાંશે કોમેન્ટ કરી કે રાહુલ ગાંધી આ કામ કરી શકતા ન હતા, તેથી પ્રિયંકા ગાંધીએ કરી દીધું.
નિમિષ ગર્ગે કોમેન્ટ કરી – તમે એકદમ સાચું કહ્યું સ્મૃતિજી, ભાઈ બહેને મળીને મોદીજીનું કોંગ્રેસ મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કર્યું છે. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરની સીટ પરથી 1 લાખ 2 હજાર મતોના જંગી અંતરથી જીત્યા છે, જ્યારે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય કૌશામ્બીની સિરાથુ સીટ પરથી હારી ગયા છે.