આમ આદમી પાર્ટીએ પંજાબમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. આમ આદમી પાર્ટીએ ભગવંત માનને સીએમ પદના ઉમેદવાર બનાવ્યા છે. સીએમ પદના ઉમેદવાર બનતા પહેલા ભગવંત માન સાંસદ હતા. હાલમાં જ ભગવંત માનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભગવંત માન કહી રહ્યા છે કે હું ભણીશ તો ઓફિસર બનીશ, નહીં ભણું તો MLA બનીશ.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભગવંત માન સ્ટેજ પર પ્રોગ્રામ કરી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન તે પંજાબીમાં વાતચીત કરતા જોવા મળી રહયા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભગવંત માન પંજાબીમાં કહે છે – આમ આદમી પાર્ટી પંજાબમાં સૂપડા સાફ કરશે. જોવા જઈએ તો એવું જ થયું છે.
https://twitter.com/rupin1992/status/1501864955665997826
નોંધનીય છે કે ભગવંત માન રાજકારણમાં આવ્યા પહેલા કોમેડિયન તરીકે કામ કરતા હતા. લોકોને તેની કોમેડી ખૂબ જ પસંદ આવી હતી. ભગવંત માનનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે જૂનો વીડિયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોની સાથે કેપ્શન પણ લખ્યું છે. તેમણે ભગવંત માનને અભિનંદન પણ પાઠવ્યા છે.