યુદ્ધ વચ્ચે રશિયાએ મહિલા સૈનિકો માટે યોજી આ ‘અનોખી સ્પર્ધા’, ચોંકી ગઈ દુનિયા

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયા દ્વારા ચલાવવામાં આવેલા યુદ્ધ બાદ વિશ્વના વિવિધ દેશો દ્વારા સતત પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ એવું લાગી રહ્યું છે કે રશિયા પર આ પ્રતિબંધોની કોઈ અસર થઈ રહી નથી. યુદ્ધની વચ્ચે, રશિયાએ તેની મહિલા સૈનિકો માટે એક વિચિત્ર લશ્કરી સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કર્યું છે.

મિસાઇલ ફોર્સમાં તૈનાત કરાયેલી મહિલાઓ માટે સ્પર્ધા

અહેવાલો મુજબ, જયારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેના યુદ્ધ ક્ષેત્ર તરફ આગળ વધી, ત્યારે દેશમાં પરત આવેલી મહિલાઓ માટે ‘મેકઅપ અન્ડર કેમોફ્લાજ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દેશની સ્ટ્રેટેજિક મિસાઈલ ફોર્સમાં તૈનાત મહિલા સૈનિકોએ ભાગ લીધો હતો.

40 મહિલાઓએ લીધો હતો ભાગ

લશ્કરી મેગેઝિન રેડ સ્ટારમાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 40 સુંદરીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાગ લેનાર ટીમો માટે પ્રથમ મેચ મેકઅપની હતી. કિરણોત્સર્ગ, રાસાયણિક અને જૈવિક જોખમો સાથે સિમ્યુલેટેડ યુદ્ધ ઝોનમાં આગના હુમલાથી બચવા માટે મહિલા સૈનિકો ગેસ માસ્ક અને ખાસ રક્ષણાત્મક પોશાકો પહેરે તેવી અપેક્ષા હતી.

વિવિધ કાર્યક્રમોનું આયોજન

તેમને એસોલ્ટ રાઈફલ્સને એસેમ્બલ કરવાનો અને ડિસએસેમ્બલ કરવાનો, કલાશ્નિકોવ (એકે-74) થી ગોળીબાર કરવાનો અને હેન્ડ ગ્રેનેડ ફેંકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે જ સમયે, એક ‘બ્રેઈન રિંગ’ બનાવવામાં આવી હતી, જ્યાં મહિલા સૈનિકોની સામાન્ય જ્ઞાનની પરીક્ષા લેવામાં આવી હતી. આ સાથે તેમની ક્રિએટિવિટી અને રસોઈ બનાવવાની કળા પણ જોવા મળી હતી. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તમામ પ્રતિસ્પર્ધી મહિલાઓ યુવાન ન હતી. આમાં પરિણીતથી લઈને નાનીની ઉંમરની મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો 16મો દિવસ

તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો શનિવારે 17મો દિવસ છે. આ યુદ્ધે વિશ્વના તમામ દેશોને બે જૂથોમાં વહેંચી દીધા છે. અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશો ખુલ્લેઆમ યુક્રેનને સમર્થન આપી રહ્યા છે. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે અન્ય કોઈ દેશ પર હુમલો કરવાની અમારી કોઈ યોજના નથી. અમે યુક્રેનમાં સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધવાનું નક્કી કર્યું હતું.

 

Scroll to Top