રશિયા-યુક્રેન યુદ્ધ પર ચીને પહેલીવાર કરી ખુલીને વાત, વડાપ્રધાને કહ્યું- ‘યુદ્ધ ગંભીર… શાંતિ માટે પ્રયાસ કરવા ચીન તૈયાર’

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ખૂબ જ લાંબુ ચાલી રહ્યું છે. વિશ્વભરના દેશો આને લઈને ચિંતિત છે. હવે ચીને પણ આ યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેને ગંભીર ગણાવીને શાંતિ પ્રયાસો માટે ભૂમિકા ભજવવાની ઓફર કરી છે. ચીનના વડા પ્રધાન લી કેકિઆંગે રશિયાની ટીકા કર્યા વિના કહ્યું હતું કે ‘અમે આ સંકટના શાંતિપૂર્ણ ઉકેલ માટેના તમામ અનુકૂળ પ્રયાસોને સમર્થન આપીએ છીએ.’ લી કેકિઆંગે કહ્યું કે હવે સૌથી વધુ જરૂરી છે, તણાવને વધવાથી કે નિયંત્રણથી બહાર જવાથી રોકવાનું.’

રશિયાનું સમર્થન ચીન માટે પેદા કરી રહ્યો છે નવો ડર

યુક્રેન પર રશિયાના આક્રમણના મુદ્દે ચીને રશિયાને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આ કારણે સતત ચર્ચા ચાલી રહી છે અને એવો ડર પણ છે કે ચીન તાઈવાન સાથે આવું વર્તન ન કરે. ચીન લાંબા સમયથી તાઈવાનને પોતાનો વિસ્તાર ગણાવે છે. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે ચીન તેને કબજે કરવા માટે બળપ્રયોગ કરી શકે છે. તે જ સમયે, તાઇવાનના સંરક્ષણ પ્રધાન ચિઉ કુઓ ચેંગે ગુરુવારે અટકળો વચ્ચે કહ્યું હતું કે જો ચીન સાથે સંઘર્ષ થાય છે, તો તે તમામ પક્ષો માટે વિનાશક હશે, પછી ભલે આ સંઘર્ષનું પરિણામ જે પણ આવે.

‘અમને યુદ્ધ નથી જોઈતું’

પત્રકારો સાથે વાત કરતા ચિઉ કુઓ ચેંગે કહ્યું કે, કોઈને યુદ્ધ નથી જોઈતું, આ વાત પર દરેકે ધ્યાન આપવાની જરૂર છે. ચીન આ તણાવ માટે અલગતાવાદી પ્રવૃત્તિઓ અને બાહ્ય શક્તિઓ સાથેના જોડાણને જવાબદાર માને છે. પીપલ્સ લિબરેશન આર્મીના પ્રવક્તા કર્નલ વુ કિયાને જણાવ્યું હતું કે અલગતાવાદી પ્રવૃત્તિઓ અને તાઈવાનની બાહ્ય શક્તિઓ સાથેની સાંઠગાંઠ વર્તમાન તણાવ અને અશાંતિનું કારણ છે.

Scroll to Top