સોશિયલ મીડિયા પર આજકાલ ફિલ્મી વાર્તાઓ ખૂબ ચર્ચામાં છે. આવો જ એક કિસ્સો બોલિવૂડ એક્ટર ઋષિ કપૂર સાથે જોડાયેલો છે. શું તમે જાણો છો કે ફિલ્મ રફૂચક્કરમાં જ્યારે ઋષિ કપૂરે છોકરીનો ગેટઅપ પહેરવો પડ્યો હતો તો તેમણે શું સહન કરવું પડ્યું… જાણવા માટે વાંચો આ રમુજી ફિલ્મ ટુચકો.
બોલિવૂડ સ્ટાર્સને પોતાના રોલ ભજવવા માટે ઘણી મહેનત કરવી પડે છે, કેમેરાની સામે જે પણ થાય છે તે આપણે સ્ક્રીન પર જોઈએ છીએ. પરંતુ આ કેમેરાની પાછળ ઘણી રસપ્રદ વાતો હોય છે, લોકોના દિલમાં વસી જાય છે. કારણ કે આ પાત્રો ભજવવા માટે સ્ટાર્સને ઘણી મહેનત કરવી પડે છે. આવો જ એક કિસ્સો બોલિવૂડ એક્ટર ઋષિ કપૂરની ફિલ્મ રફુચક્કરનો છે. જેમાં તેમણે છોકરીનો રોલ કર્યો હતો, તો ઋષિ કપૂરની સામે છોકરીઓવાળી સમસ્યાઓ પણ આવવાની હતી.
તે સમયે ઋષિ કપૂરને છોકરીના રોલમાં જોવા કોઈ સામાન્ય વાત ન હતી, પરંતુ એક એક્ટર હોવાના કારણે તેમણે પોતાના રોલને ન્યાય આપવો હતો. આવી સ્થિતિમાં, તેમણે આ ફિલ્મમાં છોકરીની ભૂમિકા ભજવવા માટે હા કહીને તેમની ચોકલેટ બોયની છબી છોડી દીધી. તેમણે ફિલ્મ રફૂચક્કરમાં છોકરીની ભૂમિકા ભજવી હતી, પરંતુ જ્યારે કાશ્મીરમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે ઋષિ કપૂરને વૉશરૂમ જવું હતું પરંતુ તે દરમિયાન તેઓ ફુલ છોકરીના ગેટઅપમાં હતા. તેમણે છોકરી જેવો પોશાક પહેર્યો હતો.
એવામાં તેઓ છોકરીના ગેટઅપમાં વોશરૂમમાં જતા થોડો સંકોચ અનુભવતા હતા. ભલે આ દરમિયાન ઋષિ કપૂર છોકરીના ગેટઅપમાં હતા પરંતુ તે છોકરીઓના વૉશરૂમમાં જઈ શકે એમ ન હતા. એટલા માટે અભિનેતાને જેન્ટ્સ વૉશરૂમમાં જવું પડ્યું અને જ્યારે ઋષિ કપૂર એક છોકરીના ગેટઅપમાં જેન્ટ્સ વૉશરૂમમાં ગયા ત્યારે ત્યાં હાજર લોકો તેમને જોઈને ચોંકી ગયા અને શરમને કારણે ત્યાંથી ભાગી ગયા.
વોશરૂમમાંથી બહાર નીકળ્યા બાદ તે લોકો વોશરૂમમાં ઘુસેલી મહિલાને શોધી રહ્યા હતા. તે મહિલા તો ઋષિ કપૂર હતી, એવામાં તે લોકોને પાછળથી ખબર પડી કે છોકરીના ગેટઅપમાં દેખાતી મહિલા અભિનેતા ઋષિ કપૂર હતા.