ગુજરાતમાં 41 લાખથી વધુ વાહનો 15 વર્ષ જૂના, અમદાવાદમાં સૌથી વધુ

ગુજરાતમાં 2 કરોડ 28 લાખથી વધુ નોંધાયેલા વાહનો છે. તેમાંથી 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા વાહનોની સંખ્યા 20.58 લાખ છે. તેમાંથી સૌથી વધુ 26.45 હજાર બાઇક અને સ્કૂટર છે. રાજ્યમાં 70 પ્રકારના વાહનો નોંધાયેલા છે. ગુરુવારે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા લેખિત પ્રશ્નના જવાબમાં પરિવહન મંત્રી પૂર્ણેશ મોદીએ આ માહિતી આપી હતી.

15 વર્ષથી જૂના નોંધાયેલા 41 લાખ 20 હજાર 451 વાહનોમાં 6.34 લાખથી વધુ કાર, 1.11 લાખથી વધુ ટ્રેક્ટર, 1.76 લાખ ટ્રક, 1.34 લાખથી વધુ પેસેન્જર રિક્ષા, 41,827 માલવાહક રિક્ષાનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં સૌથી વધુ 58 લાખ 92 હજાર 31 વાહનોમાંથી 20 લાખ 58 હજાર 166 વાહનો 15 વર્ષથી વધુ જૂના છે. રાજકોટમાં 23 લાખ 14 હજાર 585માંથી 7 લાખ 36 હજાર 422, સુરતમાં 22 લાખ 75 હજાર 78માંથી 2 લાખ 673, વડોદરામાં 16 લાખ 12 હજાર 593માંથી 1 લાખ 35 હજાર 443 15 વર્ષથી વધુ જુના છે. આ ઉપરાંત ભાવનગરમાં 6 લાખ 48 હજાર 552 માંથી 80 હજાર 354, જામનગરમાં 5 લાખ 94 હજાર 73 માંથી 73 હજાર 472, ગાંધીનગરમાં 5 લાખ 86 હજાર 816 માંથી 40 હજાર 972 અને જૂનાગઢમાં 5 લાખ 72 હજાર 330 માંથી 80 હજાર 76 વાહનો 15 વર્ષથી વધુ જૂના છે.

Scroll to Top