IPL 2022: હાર્દિક પંડ્યા ‘ગુજરાત ટાઇટન્સ’ માટે કરી શકે છે ઓપનિંગ, શુભમન ગિલ પણ રેસમાં સામેલ

ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં એક નવી ભૂમિકામાં જોવા જઈ રહ્યો છે. એ તો બધા જાણે છે કે હાર્દિક આ વર્ષે IPLની નવી ટીમ ગુજરાત ટાઇટન્સનું સુકાન સંભાળતો જોવા મળશે, પરંતુ અમે જેની વાત કરી રહ્યા છીએ તે કંઈક બીજું છે. વાસ્તવમાં, ગુજરાત ટીમના યુવા ઓપનર શુભમન ગીલે કહ્યું છે કે કેપ્ટન હાર્દિક આ વખતે અલગ મૂડમાં જોવા મળી રહ્યો છે.

હાર્દિક આ વખતે મોટો પ્રયોગ કરી શકે છે અને શુભમન સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે. જોકે હાર્દિક અત્યાર સુધી મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો જોવા મળ્યો છે. ક્વોરેન્ટાઈન બાદ ગુજરાતની ટીમમાં શુભમનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેણે સાથી ખેલાડીઓ સાથે જોરદાર પ્રેક્ટિસ પણ કરી હતી. તેનો વીડિયો ગુજરાત ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 53 સેકન્ડના આ વીડિયોમાં શુભમન તેના સ્વાગત, ટીમ મેનેજમેન્ટ અને પ્રેક્ટિસ સેશન વિશે ચર્ચા કરતો જોવા મળે છે. શુભમને કહ્યું કે ક્વોરેન્ટાઇનમાંથી બહાર આવવું અને ટીમ સાથે પ્રેક્ટિસ કરવી અદ્ભુત રહી. આખી ટીમે મારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

શુભમને કહ્યું કે તેણે મેચ પ્રેક્ટિસ પણ કરી હતી. મે આનંદ લીધો જ્યારે તમે એક અઠવાડિયા પછી બેટિંગ કરો છો, ત્યારે તમારે તમારી મૂળભૂત બાબતોને વળગી રહેવું જોઈએ. પંડ્યાએ પ્રથમ 6 ઓવરમાં નવા બોલ સાથે બેટિંગ કરી હતી. તે એકદમ નવું હતું, પરંતુ અમને ખૂબ મજા આવી. અહીંની ટીમમાં દરેક વ્યક્તિ ખૂબ મૈત્રીપૂર્ણ અને સહાયક છે. હું ટૂર્નામેન્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.

Scroll to Top