તમે જાણો છો કે મહાનગરોમાં ટ્રાફિકની સ્થિતિ શું હોય છે. એમાં પણ દિલ્હી અને મુંબઈમાં ઘણો ટ્રાફિક હોય છે અને આ ટ્રાફિક સમસ્યાથી સૌથી વધુ પ્રભાવિત લોકોમાં કોઈ હોય તો એ આપણા બોલિવૂડ સેલેબ્સ છે. જાહેર વ્યક્તિ હોવાને કારણે તેઓ જાહેર પરિવહનનો લાભ લઈ શકતા નથી. કારણ કે તેમને જોતા જ ચાહકો તેમને ઘેરી લે છે. પરંતુ નવાઝુદ્દીન સિદ્દીકી આ દિવસોમાં કોઈ પણ જાતના ડર વિના મુંબઈની લોકલનો આનંદ માણી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, તે વ્યક્તિને સરળતાથી ઓળખવી મુશ્કેલ છે કારણ કે તે વીડિયોમાં દેખાતી વ્યક્તિના ચહેરા પર માસ્ક છે, તેમજ તેની આંખો પર ચશ્મા છે.
View this post on Instagram
તાજેતરમાં જ નવાઝુદ્દીન સિદ્દીકી એ સ્વીકાર્યું હતું કે તે મુંબઈના ટ્રાફિકથી બચવા લોકલ ટ્રેનનો ઉપયોગ કરે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે પ્રશંસકોથી પોતાને કેવી રીતે બચાવે છે, તો તેમણે સ્વીકાર્યું કે કોરોનામાં માસ્કને કારણે ચહેરો છુપાવવો સરળ બની જાય છે. જેના કારણે તેઓ સરળતાથી લોકલમાં મુસાફરી કરે છે.
આ છે આવનારી ફિલ્મો
નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તે ટીકુ વેડ્સ શેરુમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જેમાં તે અવનીત કૌર સાથે હશે. જે તેના કરતા ઘણી નાની છે. આ સિવાય નવાઝુદ્દીન રોમ રોમ મેં, નૂરાની ચેહરા, હીરોપંતી 2 અને ફોબિયા 2 માં પણ જોવા મળશે.