ગુજરાતી કહેવત આજે આ દાદીમા એ સાબિત કરી દીધી છે સપનાં જોવા અને પૂરાં કરવાની કોઈ ઉંમર નથી હોતી. જી હા, આજે અમે એક એવી સત્ય ઘટના લઈ ને આવ્યા છીએ જેના વિષે જાણીને તમે પણ કહી દેશો વાહ!
આ વાત 90 વર્ષીના દાદીમાં ની છે જેનું નામ લતિકા ચક્રવર્તી છે. આ દાદીમા આસામના ઢુબરીના રહેવાસી છે અને તેઓ જે સાડીઓને તે પહેરતા નથી અને વર્ષોથી કબાટમાં પડી હતી તેમાંથી પોતાની આવડતથી પોટલી બેગ એટલે કે બટવા બનાવી ઓનલાઈન વેચે છે.
લતિકાજી તેના 66 વર્ષ જૂના સિલાઈના મશીનથી બેગ સીવે છે.તેમના સીવેલા આ બાટવા બેગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ વેચાય છે. જર્મની, ન્યુઝીલેન્ડ, ઓમાન જેવા અન્ય ઘણા દેશોના લોકો લતિકાજીના આ ડીસાઇનર બટવા ખરીદે છે.
એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, મને નાનપણથી જ સીવણ અને ભરતકામનો હતો શોખ હતો. જ્યારે તેના બાળકો નાના હતા ત્યારે તે પોતાના હાથથી તેમના માટે નવા-નવા કપડાં સીવતા હતા. બાળકો મોટા થયા પછી તેમણે બેગ-બાટવા, પોટલી અને ઢીંગલી બનાવવાનું શરૂ કર્યું. વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ આ પોટલી અને બેગ તેમના સગા-સબંધીઓને ભેટમાં પણ આપે છે.
પોટલી બનાવવી દેશ-વિદેશમાં વેચવાની સલાહ તેમના પુત્રવધૂએ આપી હતી. તેમની પુત્રવધૂ પણ તેમને આ પોટલી બનાવવામાં મદદ કરે છે અને પછી પૌત્ર તેને ઓનલાઈન વેચવામાં મદદ કરે છે. આજે તેને દુનિયાભરમાંથી પોટલી બેગ્સના ઓર્ડરઆવે છે. તેમની બેગની વેબસાઇટ પણ છે તેમ દરેક બેગની કિંમત $10 આજુબાજુ રાખવામાં આવી છે.