સોશિયલ મીડિયા પર ઘણા વિચિત્ર વીડિયો ઝડપથી વાયરલ થતા જોવા મળી રહ્યા છે. જેમાં મોટાભાગના વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના છે. જેને જોઈને દરેકને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો જોવા મળી રહ્યો છે, જેને જોઈને યુઝર્સ આશ્ચર્યમાં સરી પડતા જોવા મળી રહ્યા છે.
સામાન્ય રીતે આવા અનેક પક્ષીઓ જોવા મળ્યા છે જે રસ્તા પરથી પસાર થતા વાહનોના અવાજ અને તેમના હોર્નના અવાજની નકલ કરતા જોવા મળે છે. ભારતમાં પોપટને ઘણી બધી વસ્તુઓને રટાવીને લોકોની સામે બોલાવવામાં આવે છે. હાલમાં, એક પક્ષી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે, જેનું એકદમ માણસો જેવું જ હસે છે.
View this post on Instagram
ખરેખર, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ગિનીના વિસ્તારમાં જોવા મળતું કૂકાબુરા પક્ષી આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. જે લંબાઈમાં 28 થી 47 સેમી સુધી વધે છે અને વજનમાં 300 ગ્રામ સુધી હોઈ શકે છે. હસતા કૂકાબુરાનો મોટો અવાજ લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે. આ એટલા માટે છે કારણ કે જ્યારે તે હસે છે, ત્યારે તેનો અવાજ માણસોના હસવાના અવાજ સાથે મેળ ખાય છે.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ વીડિયો જોયા પછી આશ્ચર્યચકિત જોવા મળે છે. કેટલાક યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે અને તેને માનવ હાસ્યનું અનુકરણ કહી રહ્યા છે. જયારે કેટલાક યુઝ્ર્સનું કહેવું છે કે રાત્રે તેને સાંભળવાથી ડર લાગી શકે છે.