દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફે રણબીર-આલિયાને લગ્ન માટે પાઠવી શુભેચ્છા, કહી નાખી આ વાત

ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે થઈ ગયું. બોલિવૂડનું ક્યૂટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આલિયા અને રણબીરે 14 એપ્રિલે તેમના ઘર વાસ્તુમાં સાત ફેરા લીધા છે. આલિયા અને રણબીરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

આલિયાએ પોતે લગ્નની ક્યૂટ તસવીરો શેર કરી છે. જે વાયરલ થઈ છે. આલિયા અને રણબીરના લગ્નની તસવીરો સામે આવ્યા બાદ સેલેબ્સ તેમને અભિનંદન આપી રહ્યા છે. દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ સહિત ઘણા સેલેબ્સ આલિયા-રણબીરને સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આલિયાની પોસ્ટ પર ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી છે.

સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં આલિયા ભટ્ટે લખ્યું- આજે, અમારા પરિવાર અને મિત્રો વચ્ચે અમારી મનપસંદ જગ્યા પર – જે બાલ્કની જ્યાં અમે અમારા સંબંધોના છેલ્લા 5 વર્ષ વિતાવ્યા છે – અમે લગ્ન કર્યા. અમારી પાસે પહેલેથી જ ઘણું બધું છે, અમારાથી હવે એક સાથે મળીને વધુ યાદો બનાવવા માટે રાહ જોઈ શકાતી નથી. આલિયાની આ પોસ્ટ વાયરલ થઈ છે. આલિયાની આ પોસ્ટને 64 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.

દીપિકા અને કેટરિનાએ કોમેન્ટ કરી

આલિયાની પોસ્ટ પર ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી છે. દીપિકા પાદુકોણે કોમેન્ટ કરી – જીવનભર પ્રેમ, ખુશી અને હસીની શુભેચ્છા. કેટરિના કૈફે લખ્યું – તમને બંનેને ઘણી શુભેચ્છાઓ. ઘણો પ્રેમ અને શુભેચ્છાઓ.

અનુષ્કા શર્માએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આલિયા-રણબીરની તસવીર શેર કરીને તેને અભિનંદન પાઠવ્યા છે. અનુષ્કાએ લખ્યું- દિલ ભરાઈ ગયું છે. આલિયા અને રણબીરને સુંદર જર્ની માટે વિશ કરું છું. આ તસવીરો જીવનભર માટે છે.

Scroll to Top