બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા તેના સિઝલિંગ લુકને કારણે છવાયેલી રહે છે. મલાઈકા અરોરા સ્ટાઈલ અને ફેશનના સંદર્ભમાં નવા બેન્ચમાર્ક સેટ કરે છે. હવે ફરી એકવાર મલાઈકા અરોરાની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને તેના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી રહી છે.
મલાઈકાની આ સેલ્ફી વિશે વાત કરીએ તો, તે મિરર સેલ્ફીમાં તેના બેકલેસ લુકને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. લેટેસ્ટ સેલ્ફીમાં મલાઈકા ખુલ્લા સિલ્કી વાળમાં બાર્બી ડોલ જેવી દેખાઈ રહી છે. આ સાથે જ તમે થોડીક નજર કરો તો મલાઈકાના કપાળ પર ભ્રમરની વચ્ચે તેની ઈજાના નિશાન પણ દેખાય છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે મલાઈકા બેકલેસ ડ્રેસમાં પોતાની સુંદરતા બતાવતી જોવા મળી હોય, પરંતુ આ પહેલા પણ ઘણી વખત અભિનેત્રી આવા અંદાજમાં જોવા મળી છે.
પાર્ટી કરતી મલાઈકાની જૂની તસવીર
મલાઈકા અરોરાની પાર્ટી કરતી વખતે એક થ્રોબેક તસવીર પણ સામે આવી છે. આ તસવીરમાં મલાઈકા શ્વેતા બચ્ચન સાથે બેકલેસ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળે છે. તો બીજી તરફ શ્વેતાએ પોતાના એક્સપ્રેશનથી આ તસવીરમાં જીવ નાંખ્યો છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે શ્વેતા બચ્ચન મલાઈકાના ડ્રેસની સ્ટ્રીંગ ખેંચતી વખતે પોઝ આપી રહી છે.
મલાઈકાનો કાર અકસ્માત
જણાવી દઈએ કે એપ્રિલની શરૂઆતમાં મલાઈકા અરોરાની કારનો અકસ્માત થયો હતો. જે પછી મલાઈકાએ થોડા દિવસ આરામ કર્યો અને પછી તે કામ પર પાછી ફરી. રણબીર આલિયાના રિસેપ્શનમાં અકસ્માત બાદ મલાઈકા તેની પહેલી જાહેરમાં દેખાઈ હતી.