મોરબી જીલ્લાના વતની અને હાલ રાજકોટ નજીકના એક ગામમાં રહેતા પરિવારની ધોરણ 6 માં અભ્યાસ કરતી બાળકી પર સામૂહિક બળાત્કાર કરવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
શાળાએથી ઘરે જતી સગીરાને અટકાવ્યા બાદ બે શખ્સોએ તેના મોઢામાં કપડાનો ડુચો મારી તેને એકાંત સ્થળે લઈ જઈ બાળકી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ઘરે પહોંચીને તેણે માતાને ઘટના જણાવતા માતાએ પોતે છોકરીને દોરડાથી બાંધી અને પ્લાસ્ટિકની પાઇપ વડે માર માર્યો હતો.
જે બાદ યુવતીએ મકાનમાલિકને આ વિશે જણાવ્યું હતું. જોકે બંને જણા તેને સાથે લઈ જતા હતા અને દરરોજ તેના પર સામૂહિક બળાત્કાર કરતા હતા. જ્યારે એક સામાજિક કાર્યકર્તાને આ વાતની જાણ થઈ, ત્યારે તેની મદદથી સગીરાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. ત્યાં સગીરાનું કાઉન્સેલિંગ કર્યા બાદ વાસ્તવિકતાની જાણકારી મળી હતી.
પ્રાથમિક તપાસમાં બાળકીના પિતાનું મૃત્યુ થયું છે. તેની માતાને એક પુરુષ સાથે પ્રેમ સંબંધ છે. બંને આરોપીઓ તે વ્યક્તિના ઓળખીતા છે. બંનેના નામ જણાવવા પર, માતા અને માતાના પ્રેમીએ છોકરીને દોરડાથી બાંધીને માર માર્યો હતો અને ગેંગ રેપ અંગે પોલીસ સુધી ન પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ પહોંચતા પોલીસે બાળકીની માતાને સમજાવી અને બંને આરોપીઓ સામે કેસ નોંધવાનું કહ્યું હતું. ત્યાર બાદ બાળકીની માતાએ બંને આરોપીઓ સામે કેસ દાખલ કર્યો હતો. પોલીસ ઈન્સ્પેક્ટરે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.