સોશિયલ મીડિયામાં અવારનવાર અનેકે વીડિયો અને તસવીરો વાયરલ થતા રહે છે. જેમાથી કેટલાક હૃદયસ્પર્શી તો કેટલાક રમુજી હોય છે. સોશિયલ મીડિયા આજે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરેક ફેમસ થવા માંગે છે ઘણા લોકો પોતાના ટેલેન્ટને કારણે ફેમસ થાય છે જયારે ઘણા તેમની અજીબ હરકતોને કારણે ચર્ચામાં આવે છે. હાલ સોશિયલ મીડિયા પર એક કામવાલી બાઇનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
કામ વાલી બાઈથી લોકપ્રિય થયેલી આ મહિલાની હાલ ચારેયકોર ચર્ચા થઇ રહી છે. કામવાલી બાઈ શીલા એટલે કે અપર્ણા ટંડેલ જેનો જન્મ 21 નવેમ્બર 2000 ના રોજ એક મરાઠી પરિવારમાં થયો હતો અપર્ણા સોશિયલ મીડિયામાં 2018થી એકટીવ છે પહેલા તે ટિક્ટોકમાં વીડિયો બનાવીને ફેમસ થવા માંગતી હતી પરંતુ ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ લાદી લેવામાં આવ્યો છે. પણ કહેવાય છે ને કે જીંદગીમાં કંઇક હાંસલ કરવું હોય તો લોકો કંઇપણ કરી શકે છે.એવી જ કહાની અપર્ણાની છે.
જણાવી દઈએ અપર્ણાને પહેલાથી જ એકટિંગનો શોખ હતો તેણે 2019માં સીઆઈડી ક્રાઇમ પેટ્રોલમાં એક એપિસોડમાં પણ કામ કરી ચુકી છે પરંતુ તેને અસલી ઓળખાણ ત્યારે મળી જયારે તેણે યુટ્યુબમાં શોર્ટમાં પોતાની ચેનલ શરૂ કરી જેમાં તેણે શોર્ટ વીડિયો બનાવવાનું શરૂ કર્યું. જ્યાં તેણે એક કામવાળી બાઇ તરીકે રોલ કર્યો. જે બાદ તે હાલ ખૂબ પ્રખ્યાત થઇ ગઇ છે. તેના આ વીડિયો અને તેના અંદાજને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
અત્યારે અપર્ણાની ચેનલમાં 45 લાખથી વધુ સબ્સક્રાઇબર્સ છે અને વિડીયો આવતાજ મિલિયનોમાં વ્યુ મળી રહ્યા છે અપર્ણા અભિનયમાં જ પહેલાથી પોતાનું કરિયર બનાવવા ઇચ્છતી હતી જે આજે તેનું સપનું પુરૂ થઈ ગયું છે નાનાથી લઈને મોટા લોકો અપર્ણાના વીડિયો પસંદ કરી રહ્યા છે . કામવાલી બાઇ રિઅલ લાઇફમાં ખૂબ હોટ છે.