તો આ કારણથી ઇલેક્ટ્રિક વાહનોમાં લાગે છે આગ!!! નિતિન ગડકરીએ કહી દીધી આ વાત

આજકાલ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ તરફ લોકો વળ્યા છે. ખાસ કરીને તમને રસ્તાઓ પર પણ આજકાલ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ જોવા મળતા હશે. પરંતુ હાલ તેમા આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં આગ લાગવાની ઘટનાઓ વચ્ચે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે કંપનીઓને વિનંતી કરી છે કે તમામ ખામીયુક્ત વાહનોને પાછી લેવા માટે આગળની કાર્યવાહી કરે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીએ પણ સ્વીકાર્યું કે દેશનો EV ઉદ્યોગ હમણાં જ શરૂ થયો છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર કોઈ અવરોધો ઉભી કરવા માંગતી નથી. જો કે તેમણે સ્પષ્ટ કહ્યું કે સરકાર માટે પ્રથમ પ્રાથમિકતા સુરક્ષા છે. પરંતુ સુરક્ષા એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને માનવ જીવન સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં.

એક સત્ર દરમિયાન કેન્દ્રીય પ્રધાન ગડકરીએ કહ્યું કે કંપનીઓ વાહનોના તમામ ખામીયુક્ત બેચને તાત્કાલિક પાછા બોલાવવા માટે આગળની કાર્યવાહી કરી શકે છે. માર્ચ-એપ્રિલ-મેમાં તાપમાન વધે છે ત્યાર બાદ બેટરી (EV)માં સમસ્યા ઉભી થાય છે. મને લાગે છે કે તેમાં તાપમાનની સમસ્યા છે.

મળતી માહિતી મુજબ એક વરિષ્ઠ અધિકારી મુજબ સરકાર બેટરીમાં ઉપયોગ લેવાતા સેલના માનરોને સંશોધિત કરશે. તેમની ટેસ્ટિંગ અને બેટરી મેનેજમેન્ટથી જોડાયેલ માનદંડોને પણ સંશોધિત કરવામાં આવશે. શરૂઆતી તપાસમાં રિપોર્ટ પરથી જાણવા મળે છે કે, એક નિશ્ચિત તાપમાન પર પહોંચ્યા પછી બેટરીમાં ઉપયોગ લેવાતા સેલ આગ પકડે છે. આજ કારણે ઇલેક્ટ્રિક ગાડીઓમાં આગ લાગી રહી છે.

અમે સમજીએ છીએ કે ઇવી ઉદ્યોગ હમણાં જ શરૂ થયો છે. અમે કોઈ અડચણ ઉભી કરવા માંગતા નથી. પરંતુ સરકાર માટે સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને માનવ જીવન સાથે કોઈ બાંધછોડ થઈ શકે નહીં. ગયા અઠવાડિયે કેન્દ્રીય મંત્રીએ ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓને ધ્યાનમાં રાખીને EV ઉત્પાદકોને તેમના ખામીયુક્ત વાહનોને તાત્કાલિક પાછા લેવા કહ્યું હતું. ગડકરીએ 21 એપ્રિલે ટ્વિટ કરીને કહ્યું હતું કે ટુ વ્હીલર EVને લગતા ઘણા અકસ્માતો થયા છે. આ દુર્ઘટનાઓમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકો ઘાયલ થયા તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે જો એવું જોવા મળે છે કે EV ઉત્પાદકે તેના તરફથી કંઈપણ ખોટું કર્યું છે, તો તેને ભારે દંડ કરવામાં આવશે અને તેને તમામ વાહનો પાછા લેવાનો આદેશ પણ આપવામાં આવશે.

Scroll to Top