Twitter ખરીદ્યા પછી, એલન મસ્કની નજર હવે કોકા-કોલા પર, ટ્વીટ કર્યું- ‘હું Coca-Cola ખરીદીશ જેથી…’

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. એલન મસ્કે તાજેતરમાં જ Twitter ખરીદ્યું છે, જે વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીઓમાંની એક છે. તે જ સમયે, એલન મસ્કએ એક નવું ટ્વિટ કરીને કોકા-કોલા ખરીદવાની વાત કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

એલન મસ્કે ગુરુવારે સવારે ટ્વીટ કરીને કહ્યું કે, “હવે હું કોકા-કોલા ખરીદીશ જેથી હું કોકેન નાખી શકું.” એલન મસ્કના આ ટ્વીટ પર અડધા કલાકમાં 7 લાખથી વધુ લાઈક્સ આવી ગયા છે, જ્યારે હજારો લોકોએ તેના પર કોમેન્ટ કરી છે. તમને જણાવી દઈએ કે, એલન મસ્કે ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું છે. જાણકારી અનુસાર, એલન મસ્કે થોડા સમય પહેલા ટ્વિટરમાં 9 ટકા હિસ્સો ખરીદ્યો હતો, ત્યારબાદ તેણે હવે ટ્વિટરમાં 100 ટકા હિસ્સો ખરીદ્યો છે.

ટ્વિટરમાં થશે બદલાવ

એલને ટ્વિટર ખરીદ્યા પછી કહ્યું કે ટ્વિટર એ ડિજિટલ ટાઉન સ્ક્વેર છે જ્યાં માનવતા વિશે વાત કરવામાં આવે છે અને તેની ચર્ચા થાય છે. અમે ટ્વિટરને નવી અને વધુ સારી સુવિધાઓ સાથે આગળ વધારવા માંગીએ છીએ. અગાઉ, તેણે કહ્યું હતું કે સમગ્ર ટ્વિટર પર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન હોવું જોઈએ જેથી કરીને અન્ય કોઈ તમારો મેસેજ વાંચી ન શકે.

Scroll to Top