રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના હાથ ધ્રૂજતા હોવાના તાજેતરના વીડિયો ફૂટેજથી તેમની નાદુરસ્ત તબિયતની અટકળોને વેગ મળ્યો છે. પુતિન અને તેમના બેલારુસિયન સમકક્ષ એલેક્ઝાન્ડર લુકાશેન્કો વચ્ચેની મીટિંગના ફૂટેજમાં, પુતિન તેમને ધ્રૂજતા અટકાવવા માટે તેમની છાતી પર હાથ મૂકતા જોવા મળે છે.
શું બીમારીથી પીડિત છે પુતિન?
‘ધ મિરર’માં પ્રકાશિત અહેવાલ અનુસાર, બેલારુસના રાષ્ટ્રપતિ સાથે રશિયન મીડિયા દ્વારા જાહેર કરાયેલી તસવીરો અને વીડિયોના આધારે એવી અફવાઓ અને અહેવાલો છે કે વ્લાદિમીર પુતિન પાર્કિન્સન રોગથી પીડિત હોઈ શકે છે.
તમે પણ વીડિયો જુઓ
Putin’s Parkinson’s is showing. Via @Dayrabekov pic.twitter.com/nH16VEC7tE
— Dean Blundell🇨🇦 (@ItsDeanBlundell) April 25, 2022
ઓસ્ટ્રેલિયાના સ્કિન ડોક્ટરે કર્યું હતું વિશ્લેષણ
ગયા મહિને ઓસ્ટ્રેલિયાના એક ડૉક્ટરે તેમની પોસ્ટમાં તેમની ઉંમર અને અભિવ્યક્તિ વિશે વાત કરી હતી. તે જ સમયે, પુતિનના સ્વાસ્થ્યને લઈને અમેરિકા અને પશ્ચિમી દેશોમાં ઘણી અટકળો ચાલી રહી છે. લોકો પુતિનને અલગ-અલગ રીતે ટોણા મારી રહ્યા છે. આવો જ બીજો વીડિયો જુઓ.
dictators can be brutal
they can be capricious
but they can’t be weakserious problem for putin pic.twitter.com/OGFejK09i9
— ian bremmer (@ianbremmer) April 22, 2022
તમને જણાવી દઈએ કે યુક્રેન પર રશિયાના હુમલા બાદ પુતિનની તબિયતને લઈને ઘણી વખત અટકળો થઈ રહી છે. દરમિયાન, તાજેતરના વીડિયોમાં જોવા મળેલી તેમની સ્થિતિ પુતિન સમર્થકો માટે ચિંતાનો વિષય બની શકે છે.
બીજી તરફ પુતિનના સ્વાસ્થ્ય અંગે યુક્રેનિયન ગુપ્તચર અહેવાલો અનુસાર પુતિન કોલોન કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. તેનો ચહેરો ફ્લશ થઈ ગયો છે, જે દર્શાવે છે કે તે સાજા થવા માટે કીમોથેરાપી દવાઓ અથવા સ્ટીરોઈડ લઈ રહ્યો છે.