બોલ્ડનેસમાં અભિનેત્રીઓને ટક્કર આપનારી જેકલીન મુશ્કેલીમાં, 7 કરોડથી વધુની સંપતિ જપ્ત

બોલિવૂડ અભિનેત્રી જેકલીન સામે EDએ મોટી કાર્યવાહી કરી છે. અભિનેત્રીની 7 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. EDએ જેકલીનની રૂ. 7 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં મિલકત અને તમામ મૂલ્યવાન ભેટોનો સમાવેશ થાય છે. આ મિલકતો અને ભેટ તેમને સુકેશ ચંદ્રશેખરે આપી હતી.

જેકલીનને કરોડોની મોંઘી ભેટ આપવામાં આવી હતી

આ પહેલા એક ખાનગી  રિપોર્ટમાં જણાવ્યું હતું કે સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડિઝને હીરાની વીંટી આપીને પ્રપોઝ કર્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ કર્યા પછી જાણવા મળ્યું કે તેને સુકેશ ચંદ્રશેખર પાસેથી કરોડો રૂપિયાની ભેટ મળી હતી.એવું પણ કહેવાય છે કે બંને કથિત રીતે રિલેશનશિપમાં હતા. લેટેસ્ટ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝને પ્રપોઝ કર્યું હતું અને હીરાની વીંટી આપી હતી. આ હીરાની વીંટી પર J અને S અક્ષરો હતા.

સુકેશ સાથેનો રોમેન્ટિક ફોટો વાયરલ થયો હતો

તમને જણાવી દઈએ કે જેકલીન ફર્નાન્ડીઝ અને સુકેશ ચંદ્રશેખરની રોમેન્ટિક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ફોટો આવ્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ એ પણ સામે આવ્યા છે કે અભિનેત્રીને સુકેશ તરફથી કરોડોની ભેટ પણ મળી હતી, જેમાં 9 લાખ રૂપિયાની કિંમતનો ઘોડો અને 52 લાખની કિંમતની કારનો પણ સમાવેશ થાય છે.

Scroll to Top