ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ના નિખિલે ફેન્સને ચોંકાવ્યા, જગજાહેર કરી દીધી મોટી જાહેરાત

વર્ષ 2015માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં નિખિલ નામના પાત્રથી પ્રખ્યાત થયેલ અભિનેતા યસ સોનીના ફેન્સ માટે ખુબ જ સારા સમાચાર છે. અભિનેતા યસ સોનીએ પોતાના ફેન્સને ખુબ જ સારા સમાચાર આપ્યા છે. યસ સોનીએ પોતાના ફેસબુક પેજ પર એક ફોટો શેર કર્યો છે અને આ ફોટોના કેપ્શનમાં તેણે જે લખ્યું છે, તેને વાંચીને તેના પ્રશંસકો ગદગદ થઇ ગયા છે.

યસ સોનીએ પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર એક પોસ્ટ કરી છે જેમા તેણે લખ્યું છે-

1+1 = કુટુંબ
ઉફ્ફ… સમસ્યાઓ હોવા છતાં, અમે એકસાથે ખુશ છીએ તેની જાહેરાત કરતાં આનંદ થયો છે!
અમારા પરિવારના આશીર્વાદ સાથે જીવનની સુંદર સફર પર!
તમારી શુભકામનાઓ અમને જણાવો.
વધુ ફોટા આવી રહ્યા છે… સાથે રહો!

જી હાં, આ પોસ્ટ જોઇને તમારા મનમાં જે વિચાર આવ્યો છે તે તદ્દન બરાબર છે. અભિનાતા યસ સોની હવે વરરાજા બનવા જઇ રહ્યો છે. યસે પોતાના લગ્નની જાહેરાત કરી નાંખી છે. તે ખુબ પુજા સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. અને આ વાતની જાણકારી આપતા જ યસને તેના ફેન્સ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તેમજ બંને પ્રેમીપંખાડાને સારા ભવિષ્ય માટે કામના કરી રહ્યા છે સાથે જ યસના ફેન્સ આ પોસ્ટ પર સતત લાઇક અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Scroll to Top