સોનુ સૂદને જોઈને પૈસાનો વરસાદ કરવા લાગ્યા ચાહકો, અભિનેતાએ આપ્યું આવું રિએક્શન

લોકડાઉન દરમિયાન ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવાની પ્રક્રિયા શરૂ કર્યા બાદ બોલિવૂડ એક્ટર સોનુ સૂદનો ક્રેઝ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સોનુ સૂદને સ્ક્રીન પર જોઈને તેના ફેન્સનો ઉત્સાહ અનેકગણો વધી ગયો હતો. આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મ ‘આચાર્ય’માં સોનુ સૂદને જોઈને ચાહકો પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યા નહીં અને હોલમાં નોટોનો વરસાદ કરવા લાગ્યા.

સોનુ સૂદે શેર કર્યો આ વીડિયો

સોનુ સૂદ સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી અને રામ ચરણની ફિલ્મ ‘આચાર્ય’માં શાનદાર પરફોર્મન્સ આપતો જોવા મળે છે. અભિનેતાએ શનિવારે તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સોનુએ કહ્યું કે તેને લાગે છે કે તે આ પ્રકારના પ્રેમને લાયક નથી, પરંતુ તે માને છે કે તે તેને વધુ સારું પ્રદર્શન કરવા પ્રેરે છે.

આ વીડિયો એક થિયેટરમાં ‘આચાર્ય’ના સ્ક્રિનિંગની ક્લિપથી શરૂ થાય છે, જેમાં ચાહકો સોનુની એન્ટ્રી પર ઉત્તેજના વ્યક્ત કરવા સાથે નોટો હવામાં ઉડાડે છે. આ ફિલ્મમાં સોનુએ વિલન બસવાની ભૂમિકા ભજવી હતી. વીડિયોમાં નોટોના વરસાદથી સ્ક્રીન ભરેલી દેખાય છે. સોનુ સૂદનો આ ક્રેઝ સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સોનુના કટઆઉટની આરતી

વીડિયોની આગળની ક્લિપમાં ચાહકો સોનુના મોટા કટઆઉટની સામે ઢોલ વગાડતા જોવા મળે છે. તેમણે સોનુના કટઆઉટને મોટી માળા પહેરાવી અને તેના કપાળ પર તિલક લગાવતા પહેલા તેના પર દૂધ રેડ્યું. ફટાકડા ફોડતા પહેલા તેમણે સોનુના કટઆઉટની આરતી પણ કરી હતી.

સોનુ સૂદે લોકોનો આભાર વ્યક્ત કર્યો

સોનુ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરતી વખતે ભાવુક થઈ ગયો હતો. તેણે લખ્યું, ‘પ્રિય ચાહકોનો ખૂબ ખૂબ આભાર, જેમને હું ગર્વથી મારો પરિવાર કહું છું. હું આ પ્રકારના પ્રેમને લાયક નથી, પરંતુ તમારી નમ્રતા મને વધુ સારું કરવા માટે પ્રેરણા આપે છે. તમને સૌને પ્રેમ.’

Scroll to Top