યશ સ્ટારર KGF ચેપ્ટર 2 બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. તાજેતરમાં તે વિશ્વભરમાં રૂ. 1000 કરોડનો આંકડો પાર કરનારી ચોથી ભારતીય ફિલ્મ બની છે અને તેની સાથે આ ફિલ્મે સલમાન ખાનની બજરંગી ભાઈજાન અને આમિર ખાનની સિક્રેટ સુપરસ્ટારને પછાડી દીધી છે. આ સાથે KGF ચેપ્ટર 2 ચોથી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની છે.
હવે, KGF ચેપ્ટર 2 કરતાં માત્ર ત્રણ ભારતીય ફિલ્મોનું વિશ્વવ્યાપી કલેક્શન વધુ છે. તે આમિર ખાનની દંગલ છે જે 2,024 કરોડ રૂપિયા સાથે ટોચ પર છે. આ પછી એસએસ રાજામૌલીની બે ફિલ્મો – બાહુબલી 2: ધ કન્ક્લુઝન અને RRR રૂ. 1,810 અને રૂ. 1,115ની કમાણી સાથે આવે છે.
ટ્રેડ એનાલીસ્ટ રમેશ બાલાએ શનિવારે પુષ્ટિ કરી કે K ચેપ્ટર 2 બોક્સ ઓફિસ પર ₹ 1,000 કરોડને વટાવી ગઈ છે, તેમણે લખ્યું છે, “#KGFCchapter2 WW બોક્સ ઓફિસ પર ₹1,000 કરોડનો ગ્રોસ માર્ક વટાવે છે #દંગલ, #બાહુબલી2 અને #RRRMovie પછી આમ કરનારી આ ચોથી ફિલ્મ છે.’
#KGF2 with ₹971.52 cr BEATS #SecretSuperstar[₹966.86 cr] and #BajrangiBhaijaan[₹969.06 cr] to become the FOURTH highest grossing Indian movie.
— Manobala Vijayabalan (@ManobalaV) April 30, 2022
બીજી તરફ, સ્થાનિક બોક્સ ઓફિસ વિશે વાત કરીએ તો, KGF શનિવારે, ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ એ શરૂઆતના આંકડાઓ અનુસાર લગભગ 17 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મની તમામ ભાષાઓને સામેલ કરીને દેશની કમાણી હવે લગભગ 709 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. મજાની વાત એ છે કે આ અઠવાડિયે રિલીઝ થયેલી અજય દેવગનની ‘રનવે 34’ અને ટાઈગર શ્રોફની ‘હીરોપંતી 2’ની કમાણી પણ ‘KGF 2’ હિન્દીના કલેક્શન સામે ફિક્કી પડી ગઈ. જ્યારે ‘KGF 2’ની સ્ક્રીનની સંખ્યા પણ ધીમે ધીમે ઘટી રહી છે.