આજે દેશભરમાં ઘરેલુ ગેસ (LPG ગેસ સિલિન્ડર) 50 રૂપિયાનો વધારો થયો છે. હવે એક ગેસ સિલિન્ડર લગભગ હજાર રૂપિયા ખર્ચવા પડશે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા અને પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવને લઈને મહારાષ્ટ્રના બીજેપી નેતાઓની ઝાટકણી કાઢી હતી. આ સિવાય શિવસેનાના સાંસદે રાજ ઠાકરે દ્વારા મસ્જિદોમાંથી લાઉડસ્પીકર ઉતારવા અને હનુમાન ચાલીસાના પાઠ કરવાના મુદ્દે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
સંજય રાઉતે કહ્યું કે આજે ભાજપનો કોઈ નેતા મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કંઈ બોલતો જોવા નથી મળતો. સંજય રાઉતે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ યુરોપના પ્રવાસેથી આવ્યા છે. તેઓ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધથી ચિંતિત છે. દેશની જનતા મોંઘવારીની લડાઈ લડી રહી છે, તેમને તેનાથી કોઈ પરેશાની નથી.
સાથે જ સંજય રાઉતે કહ્યું કે વડાપ્રધાન મોદી યુક્રેન અને રશિયા વચ્ચે મધ્યસ્થી કરી રહ્યા છે અને તેમના ભક્તો તેમને વધાવી રહ્યા છે. બીજેપીનો એક પણ નેતા કે મંત્રી ક્યારેય પેટ્રોલ, ડીઝલ, સિલિન્ડર, બેરોજગારી પર કંઈ બોલતા જોવા મળતા નથી. તેઓ બધા લાઉડસ્પીકર પર બોલી રહ્યા છે. વાસ્તવિક મુદ્દા પર કેમ બોલતા નથી? મોંઘવારી માટે કેન્દ્રની ભાજપ સરકારને જવાબદાર ઠેરવતા સંજય રાઉતે કહ્યું કે સત્તામાં હોવાથી લોકો સાથે જોડાયેલા મોંઘવારી મુદ્દે બોલવું તેમની ફરજ છે. લાઉડસ્પીકર પર બોલવાનું તેમનું કામ નથી. સંજય રાઉતે આજે પત્રકારો સાથે ચર્ચા કરતા પહેલા આ મુદ્દે ટ્વિટ પણ કર્યું હતું. સંજય રાઉતે વધુમાં કહ્યું કે, ‘પોલીસના ડરથી હવે તમામ રાજકીય લાઉડસ્પીકર ગાયબ થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ હેઠળ કામ કરે છે. મહારાષ્ટ્રમાં કાયદાનું શાસન ચાલે છે. કેટલાક લોકો વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ હિંદુ અને મુસ્લિમો વચ્ચે તણાવ અને રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ સમજદાર જનતા તેની વાત પર આવી નહીં. રાજ્યમાં સર્વત્ર શાંતિ પ્રવર્તે છે. અમે પહેલેથી જ કહ્યું છે કે કેન્દ્રએ આ મુદ્દા પર રાષ્ટ્રીય નીતિ નક્કી કરવી જોઈએ અને સ્પષ્ટ કરવી જોઈએ. જો લાઉડસ્પીકર હટાવી દેવામાં આવે તો હિન્દુ સમાજને સૌથી વધુ નુકસાન થશે.