ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક હંમેશા એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ તેમનું એક ટ્વિટ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં પોતાના ‘શંકાસ્પદ મૃત્યુ’ વિશે વાત કરી છે. આ પછી લોકોએ આ વિશે ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે તાજેતરમાં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર ખરીદ્યું છે, આ ડીલ $44 બિલિયનમાં પૂર્ણ થઈ હતી.
મસ્કે ટ્વિટ કર્યું કે જો હું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામું તો તો તે knowin ya હશે. એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તેમજ ટેસ્લા ઇન્ક.ના સીઇઓ અને અન્ય બે કંપનીઓ ધ બોરિંગ કંપની અને SpaceXના વડા છે.
Sorry! I will do my best to stay alive.
— Elon Musk (@elonmusk) May 9, 2022
મસ્કના શરૂઆતના દિવસો વિશે વાત કરીએ તો તે કેનેડિયન માતા અને દક્ષિણ આફ્રિકાના ગોરા પિતાના સંતાન છે. તેમનો જન્મ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. તેમના પ્રારંભિક અભ્યાસ પછી, તેમણે પ્રિટોરિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ થોડા સમય પછી 17 વર્ષની ઉંમરે કેનેડા ગયા. કેનેડામાં થોડો સમય રહ્યા પછી, તેઓ અમેરિકા ગયા અને તેમના નસીબના દરવાજા ખોલ્યા હતા.
તેમણે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી અર્થશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને 1995માં કેલિફોર્નિયા ગયા, જ્યાં તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. પરંતુ પછી તેમણે ભણવાને બદલે બિઝનેસ કરવાનું નક્કી કર્યું અને તેમના ભાઈ સાથે મળીને Zip2 નામની વેબ સોફ્ટવેર કંપની બનાવી હતી.