VIDEO: ‘આસાની’ વાવાઝોડામાં દરિયાનું પેટ ફાળીને બહાર આવ્યો રહસ્યમય ‘સુવર્ણ રથ’

આંધ્રપ્રદેશમાં ‘આસાની’ ચક્રવાતને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના કાકીનાડામાં આસાની ચક્રવાતને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. રાજ્યના વિવિધ ભાગોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. IMD અનુસાર ગંભીર ચક્રવાત આસાની બુધવારે અગાઉની સરખામણીમાં થોડું નબળું પડ્યું હતું અને તે ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ તરફ આગળ વધ્યું હતું. દરમિયાન, રાજ્યના શ્રીકાકુલમમાં સુન્નાપલ્લી સી હાર્બર ખાતે સોનાનો રંગનો રથ મળ્યો છે. મળતી માહિતી મુજબ મંગળવારની સાંજે સોનાના કલરના પડવાળો સુંદર રથ સમુદ્રના મોજામાં વહેતો અહીં આવ્યો હતો.

ANI સાથે વાત કરતા નૌપાડાના એસઆઈએ કહ્યું કે તે કોઈ અન્ય દેશમાંથી આવ્યો હોઈ શકે છે. અમે ઈન્ટેલિજન્સ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે સ્થાનિક ગ્રામજનો રથને દોરડાથી બાંધીને કિનારે લઈ ગયા હતા. રથનો આકાર દક્ષિણપૂર્વ એશિયાના દેશોના મઠ જેવો છે. ચક્રવાત આસાનીની અસરને કારણે રથ ભટક્યા બાદ અહીં પહોંચશે તેવો અંદાજ છે.

 IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ચક્રવાત આસાની પહેલાથી જ તીવ્રતાના મહત્તમ તબક્કાને પહોંચી ગયું છે અને હવે તે ધીમે ધીમે નબળું પડી રહ્યું છે.

Scroll to Top