માતા-પિતા અને સંતાનો વચ્ચે મિલકતના વિવાદના સમાચાર અવારનવાર સાંભળવા મળે છે, પરંતુ ઉત્તરાખંડમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. હરિદ્વારમાં એક વૃદ્ધ દંપતીએ તેમની પુત્રવધૂ અને પુત્ર પાસેથી પૌત્ર-પૌત્રીઓની માંગણી કરી છે, જો તેઓ આમ ન કરી શકે તો તેમણે વળતર તરીકે અઢી-અઢી કરોડ એટલે કે કુલ 5 કરોડ રૂપિયાની માંગણી કરી છે. દંપતીએ હરિદ્વારની જિલ્લા અદાલતમાં દાવો દાખલ કર્યો છે. તેની આગામી સુનાવણી 17 મેના રોજ થવાની છે.
સંજીવ રંજન પ્રસાદ સામે કેસ કરનાર વ્યક્તિ એક સમયે BHEL માં અધિકારી હતા અને હવે નિવૃત્ત થયા છે. નિવૃત્તિ બાદ તેઓ પત્ની સાધના પ્રસાદ સાથે હાઉસિંગ સોસાયટીમાં રહે છે. પ્રસાદના વકીલ અરવિંદ કુમાર શ્રીવાસ્તવે સમગ્ર મામલાની માહિતી આપતા કહ્યું કે, બંનેએ તેમના એકમાત્ર પુત્ર શ્રેય સાગરના લગ્ન વર્ષ 2016માં નોઈડાની શુભાંગી સિન્હા સાથે કર્યા હતા. શ્રેય સાગર પાયલોટ છે જ્યારે તેની પત્ની નોઈડામાં નોકરી કરે છે.
દીકરાને અપાવી અમેરિકામાં ટ્રેનિંગ
સંજીવ રંજન પ્રસાદ પોતે કહે છે, ‘મેં મારા બધા પૈસા મારા પુત્ર પાછળ ખર્ચ્યા. તેને અમેરિકામાં ટ્રેનિંગ અપાવી. હવે મારી પાસે પૈસા નથી. મેં ઘર બનાવવા માટે બેંકમાંથી લોન લીધી હતી. અમે આર્થિક અને વ્યક્તિગત રીતે ખૂબ જ પરેશાન છીએ.
એકલતા કોઈ ત્રાસથી ઓછી નથી
હરિદ્વાર કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં આ વૃદ્ધ દંપતીએ કહ્યું છે કે અમે અમારા પુત્રને સક્ષમ બનાવવા માટે તેના ઉછેરમાં બધું જ લગાવી દીધું છે. આ પછી પણ આ યુગમાં અમારે એકલા જીવવું પડે છે જે કોઈ ત્રાસથી ઓછું નથી. આવા સંજોગોમાં આપણી વહુ હોય કે દીકરો આપણને પૌત્ર-પૌત્રીઓ આપે, પછી તે છોકરો હોય કે છોકરી, આપણે તેની પરવા કરતા નથી. અથવા તો તેઓ અમને અઢી-અઢી કરોડ રૂપિયા આપે જે મે તેના પાછળ ખર્ચ કર્યા છે.
‘આજના સમાજનું સત્ય’
પ્રસાદ દંપતીના વકીલ એકે શ્રીવાસ્તવ કહે છે, ‘આ આજના સમાજની હકીકત છે. અમે અમારા બાળકોને સારી નોકરી કરવા સક્ષમ બનાવવા માટે ખર્ચ કરીએ છીએ. બાળકોની પણ જવાબદારી છે કે તેઓ તેમના માતા-પિતાની પાયાની આર્થિક જરૂરિયાતોની સંભાળ રાખે. આથી પ્રસાદ દંપતીએ આ કેસ દાખલ કર્યો છે. હાલમાં આ અરજી પર 17 મેના રોજ સુનાવણી થવાની છે.