એમએનસ નેતા બાલા નંદગાંવકરે બુધવારે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલસે પાટીલને રાજ ઠાકરેને લખેલા ધમકીભર્યા પત્ર અંગે મળ્યા હતા અને કાર્યવાહીની માંગ કરી હતી. બાદમાં પત્રકારો સાથે વાત કરતાં બાલા નંદગાંવકરે કહ્યું કે જો એમએનએસ ચીફને નુકસાન થશે તો તેની અસર રાજ્યભરમાં જોવા પડશે.
તેમણે કહ્યું કે તેમની ઓફિસને પત્ર મળ્યો છે. તેમણે કહ્યું કે તેમા હિન્દીમાં ઉર્દૂ શબ્દો સાથે લખવામાં આવ્યું છે. રાજ ઠાકરેની ચેતવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જો અઝાન પ્રસારણ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ ચાલુ રહેશે તો મસ્જિદોની સામે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. નંદગાંવકરે કહ્યું કે, રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું કે તેઓ પોલીસ કમિશનર સાથે વાત કરશે. હવે તેઓ જે પણ જરૂરી પગલાં લેશે તે લેશે. પણ રાજ ઠાકરેને થોડું પણ નુક્સાન થાય તો મહારાષ્ટ્ર ભડકે બળી જશે. આ પત્રને લઈને તેઓ મંગળવારે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેને મળ્યા હતા.
નંદગાંવકરે એમ પણ કહ્યું કે તેઓ એમએનએસ વડા અને તેમના પરિવાર માટે સુરક્ષાની માંગ કરી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકાર ધ્યાન આપી રહી નથી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ અંગે ધ્યાન આપવું જોઈએ. રાજ ઠાકરેએ ગયા મહિને અલ્ટીમેટમ આપ્યું હતું કે રાજ્યની મસ્જિદોમાંથી 4 મે સુધીમાં લાઉડસ્પીકર હટાવી લેવા જોઈએ.
રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે
તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં, એમએનએસ વડા રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે 28,000 એમએનએસ કાર્યકરોને નિવારક સૂચનાઓ આપવામાં આવી છે, જ્યારે હજારોને રાજ્યની બહાર મોકલવામાં આવ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું આ (પોલીસ કાર્યવાહી) શેના માટે છે? મસ્જિદોમાંથી લાઉડસ્પીકર ન હટાવવા માટે જે અવાજનું પ્રદૂષણ ફેલાવે છે? ત્યાં જ રાજ ઠાકરેએ કહ્યું કે, પોલીસ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓને એવી રીતે શોધી રહી છે કે જાણે તેઓ પાકિસ્તાની આતંકવાદી હોય અથવા ભૂતપૂર્વ નિઝામ શાસનના ‘રઝાકારો’ હોય.
એમએનએસ વડાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે મને આશ્ચર્ય થાય છે કે, શું પોલીસે આતંકવાદીઓ અથવા મસ્જિદોમાં છુપાયેલા હથિયારોને શોધી કાઢવા માટે સમાન કડકતા બતાવી છે. તેમણે કહ્યું કે મરાઠી લોકો અને આપણા હિન્દુ ભાઈઓ રાજ્ય સરકારનું આ વલણ જોઈ રહ્યા છે. રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને કહ્યું કે, મારે રાજ્ય સરકારને એક જ વાત કહેવાની છે. અમારી ધીરજની કસોટી ન કરો. સત્તાની તાંબાની થાળી લઈને કોઈ આવ્યું નથી. તમે પણ નહીં.