વોટરપાર્કની મજા 16 લોકો માટે બની સજા, આખી સ્લાઇડર જ તૂટી પડી, જુઓ VIDEO

હાલમાં સૂરજ દેવતા જાણે કોપાયમાન થયા હોય અને આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા હોય તેમ સહન ન કરી શકાય તેવી ગરમી પડ રહી છે ત્યારે લોકો પણ આ ગરમીથી રાહત મેળવવા માટે વોટર પાર્કમાં જઇ રહ્યા છે. આવામાં વોટરપાર્કમાં જતા લોકો માટે કાળજી રાખવી ખુબ જ જરૂરી બની ગઇ છે. કારણ કે હમણા થોડા સમયમાં જ કેટલીક એવી ઘટનાઓના વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકોના જીવ જોખમમાં મૂકાયા હોવાનું પણ સામે આવ્યું છે.

કાળજાળ ગરમીમાં રાહત મેળવવા માટે જતા લોકો માટે આજનો વીડિયો ખુબ જ ધ્યાનથી જોવો જરૂરી છે. આ વીડિયો ભારતનો નથી પણ ઈન્ડોનેશિયાના કંજેરન પાર્કમાં આવેલા વોટરપાર્કનો છે. જ્યાં એક ભયાનક અકસ્માત થયો છે.

https://www.youtube.com/watch?v=iUtDz4S3usM&t=1s

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ આ વીડિયો ઇન્ડોનેશિયાનો છે જ્યાં સ્લાઈડની અંદર ફસાયેલા 16 લોકોમાંથી 8 લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ લોકોના હાડકા પણ તૂટી ગયા હતા. ત્યાં જ વોટર પાર્ક પ્રશાસને જણાવ્યું હતું કે આ અકસ્માત એટલા માટે થયો હતો કારણ કે રાઈડ દરમિયાન જ સ્લાઈડ બગડી ગઈ હતી અને નબળી પડી ગઈ હતી.

આ ઘટનાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકો સ્લાઇડરથી સીધા નીચે પડતા જોઈ શકાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતનું કારણ સ્લાઈડની બાજુમાં પડેલી તિરાડ છે.

Scroll to Top