બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા આજે તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. પોતાના ફિલ્મી કરિયરમાં અલગ-અલગ મુદ્દાઓ પર ફિલ્મો કરનાર અભિનેત્રીને લોકો તેના જન્મદિવસ પર સતત અભિનંદન આપી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આજની પ્રખ્યાત અભિનેત્રીને ઓસ્કર ફિલ્મ તો મળી હતી પરંતુ તેની સુંદરતાના કારણે તેણે આ તક પોતાના હાથમાંથી જવા દેવી પડી હતી.
‘સ્લમડોગ મિલિયોનેર’નો ભાગ બનવાનો હતી
નુસરત ભરૂચા 2011 માં આવેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ થી ચર્ચામાં આવી હતી અને તેની ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ એ બોક્સ ઓફિસ પર ખૂબ સારો દેખાવ કર્યો હતો. નુસરત સમયની સાથે બજેટ ફિલ્મોની ફેવરિટ અભિનેત્રી બની રહી છે, પરંતુ એક ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો કે તેના ફેન્સ નિરાશ થઈ શકે છે. એક ઈન્ટરવ્યુમાં નુસરતે કહ્યું હતું કે તે ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’નો ભાગ બનવા જઈ રહી હતી, પરંતુ તેને રિજેક્ટ કરવામાં આવી હતી.
View this post on Instagram
સુંદર હોવાના કારણે હટાવવામાં આવી
નુસરત ભરૂચાએ આ ઈન્ટરવ્યુમાં વધુમાં જણાવ્યું હતું કે તેણીને તેની સુંદરતાના કારણે આ ફિલ્મમાંથી રિજેક્ટ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે ફિલ્મના નિર્માતાઓને તેની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી હતી. પરંતુ તે ઝૂંપડપટ્ટીમાં રહેતી છોકરીનું પાત્ર હતું અને નુસરત આ પાત્ર માટે ખૂબ જ સુંદર હતી. બાદમાં આ ફિલ્મમાં લતિકાનું પાત્ર અભિનેત્રી ફ્રીડા પિન્ટોએ ભજવ્યું હતું અને આ ફિલ્મે ઓસ્કાર એવોર્ડ પણ જીત્યો હતો.