ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોગ્રેસને મોટો ઝટકો, હાર્દિક પટેલે રાજીનામું આપ્યું

ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના યુવા નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. પટેલે ટ્વીટ કર્યું, “આજે હું હિંમતપૂર્વક કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતની જનતા આવકારશે. હું માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.

જણાવી દઇએ કે, ગત છેલ્લા ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની પક્ષ સાથેની નારાજગીએ ગંભીર સ્વરૂપ લીધું હતું. જેના પછીથી એવી જાણકારી પણ સામે આવી રહી હતી કે, હાર્દિક ગમે ત્યારે કોંગ્રેસ પક્ષનો હાથ છોડી શકે છે. જોકે આ દરમિયાન કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ અને રાહુલ ગાંધીએ પણ હાર્દિક સાથે મુલાકાત કરી હતી પરંતુ લાગી રહ્યું છે કે, હાર્દિકની ઉપેક્ષા થવાના કારણે હવે પાટીદાર નેતાએ પોતાનું મન મક્કમ કરીને આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

હાર્દિકની છેલ્લા કેટલાક દિવસની ગતિવિધિઓ અને નિવેદનથી પણ તેનું કૉંગ્રેસ સાથે અંતર સ્પષ્ટ જણાતું હતું. ખાસ કરીને રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક, તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.

હાર્દિકે મોદી સરકારની પ્રશંસામાં લોકગીતો વાંચી

પોતાના રાજીનામા પત્રમાં પાટીદાર નેતાએ લખ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર, CAA-NRCનો મુદ્દો, કાશ્મીરમાં કલમ 370 કે GST લાગુ કરવાનો નિર્ણય… દેશ લાંબા સમયથી આ સમસ્યાઓનો ઉકેલ ઈચ્છે છે. સમય અને કોંગ્રેસ પક્ષ આમાં જ હતો. તેણે આરોપ લગાવ્યો કે પાર્ટીના ટોચના નેતૃત્વમાં ગંભીરતાનો અભાવ છે. જ્યારે પણ હું પાર્ટીની ટોચની નેતાગીરીને મળ્યો ત્યારે મને લાગ્યું કે તેમનું ધ્યાન ગુજરાતના લોકો કરતાં તેમના મોબાઈલ અને અન્ય બાબતો પર વધુ છે. દેશમાં કટોકટી હતી ત્યારે અમારા નેતાઓ વિદેશમાં હતા. તેમણે કહ્યું કે,”અમારા કાર્યકરો સ્વખર્ચે 500 થી 600 કિમીનો પ્રવાસ કરીને જનતાની વચ્ચે જાય છે અને દિલ્હીથી આવેલા નેતાને સમયસર ચિકન સેન્ડવીચ મળે છે કે નહીં તે જોવામાં આવે છે, ગુજરાતના મોટા નેતાઓનું ધ્યાન માત્ર આના પર છે.

Scroll to Top