આખી જિંદગી ભીખ માગી અને અંતે રૂ.6.61 લાખની રકમ શહીદોના પરિવારજનોને આપી દીધી

ભીખારીની રકમ પુલવામામાં શહીદ થયેલા આતંકીઓના પરિવારજનોને આપી દેવામાં આવી છે. આ રકમનો આંકડો કંઈ એક કે બે લાખનો નહીં પણ પૂરા 6.61 લાખની રકમ પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિજનોને આર્થિક સહાયતા રૂપે આપવામાં આવશે. ક્યારેક વ્યક્તિની અંતિમઈચ્છા પણ સમાજના દરેક વર્ગને ચોંકાવી દે છે. અજમેરની એક ભિખારીની ઈચ્છા હતી કે, તેમના મૃત્યું બાદ તેમની રકમ સમાજ અને દેશના ઉપયોગમાં આવે. નંદની શર્મા નામની એક ભિખારીની અંતિમ ઈચ્છા હવે પૂર્ણ થઈ છે. અજમેરની આ ભિખારી ગત વર્ષે ઓગસ્ટમાં મૃત્યું પામી હતી.

નંદની અજમેરના બજરંગગઢના અંબે માતા મંદિરની બાહર બેસીને ભીખ માગતી હતી. આદતવશ તે દરરોજ બેન્કમાં પોતાના ખાતામાં પૈસા જમા કરાવવા માટે જતી હતી. પોતાના મૃત્યું બાદ સુરક્ષા માટે તેણે બે નોમિની પણ રાખ્યા હતા. ગત વર્ષે તેમના મૃત્યુ બાદ ટ્રસ્ટી સંદીપ ગોર યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. પુલવામામાં થયેલા આતંકી હુમલાથી ટ્રસ્ટીને ખૂબ આઘાત પહોંચ્યો હતો. ભાવુક થઈને તેણે નંદનીએ ભેગી કરેલી રકમ શહીદોના પરિવારજનોને આર્થિક રીતે મદદ કરવામાં ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો.

અજમેરના કલેક્ટર વિશ્વમોહન શર્માએ કહ્યું કે, ટ્રસ્ટીઓ ઓફિસમાં આવ્યા હતા અને તેમણે ચીફ મિનિસ્ટર રિલીઝ ફંડમાં પૈસા ડોનેટ કરવાની વાત જણાવી હતી. તેમણે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને રકમ ડોનેટ કર્યાનું પ્રમાણપત્ર પણ મેળવ્યું હતું. નંદનીએ રકમ ભલે ભીખ માગીને મેળવી હતી પણ એ તેનો ઉપયોગ દેશની સેવા અર્થે કરવા માગતી હતી. ટ્રસ્ટી સંદીપ ગોરે જણાવ્યું હતું કે, આ રકમ શહીદોના પરિવારજનોને ખૂબ કામ આવશે. તેઓ થોડા આર્થિક રીતે સુરક્ષિત બની રહેશે.

જે લોકો અંબે માતાના મંદિરે દર્શન કરવા દરરોજ આવતા હતા એ શ્રદ્ધાળુઓમાં આ સમાચાર વાયુવેગે ફેલાય ગયા હતા. મંદિરના પૂજારીએ એ પણ જણાવ્યું હતું કે, દર્શન કરવા આવતા શ્રદ્ધાળુંઓ ખૂબ પ્રેમ અને આદરભાવથી તેને પૈસા ઉપરાંત જમવાનું અને કપડાં આપી જતા હતા. જે લોકો દરરોજ મંદિરે આવે છે તેને ખ્યાલ હશે કે તે દરરોજ બેન્કમાં પોતાના પૈસા જમા કરાવવા માટે જતી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top