અજબ પ્રેમ કી ગજબ કહાની! 77 વર્ષની મહિલા 23 વર્ષના પ્રેમમાં પડી, લગ્નના 6 વર્ષ પછી…

એક યુગલ તેમની છઠ્ઠી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આ કપલ વચ્ચે ઉંમરમાં 54 વર્ષનું અંતર છે. ઉંમરના મોટા અંતરના કારણે તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં સમયની સાથે તેમનો સંબંધ વધુ મજબૂત થતો ગયો. તેઓ છેલ્લા 6 વર્ષથી સાથે છે અને આ કપલે આગળ પણ સાથે રહેવાનું વચન આપ્યું છે. આ કપલની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે.

ખરેખરમાં આ અમેરિકામાં રહેતા 77 વર્ષીય અલ્મેડા અને તેના 23 વર્ષીય પતિ ગેરી હાર્ડવિકની કહાની છે. અલ્મેડા તેના પતિ ગેરી કરતા 54 વર્ષ મોટી છે. બંનેની પહેલી મુલાકાત 2015માં થઈ હતી, જ્યારે ગેરી માત્ર 17 વર્ષનો હતો અને અલ્મેડા 71 વર્ષની હતી.

પુત્રના અંતિમ સંસ્કારમાં મળ્યા હતા

‘ધ સન’ના અહેવાલ મુજબ 2015માં અલ્મેડાના પુત્રનું અવસાન થયું હતું. ગેરીએ પુત્રના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી હતી. અહીં તે અલ્મેડાને મળ્યો અને બરાબર 15 દિવસ પછી લગ્ન કર્યા હતા. લગ્ન પછી ગેરી અલ્મેડાના ઘરે શિફ્ટ થઈ ગયો હતો. અલ્મેડાને એક પૌત્ર છે, જે ગેરી કરતાં ત્રણ વર્ષ મોટો છે.

આ સંબંધને લઈને લોકો અલ્મેડા અને ગેરીને ટ્રોલ કરતા રહે છે. જોકે આનાથી દંપતીને કોઈ ફરક પડતો નથી. તે કહે છે કે તેમને તેના સંબંધો અંગે કોઈ અફસોસ નથી, કારણ કે તેમનું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે.

જ્યારે ગેરી કહે છે કે અલમેડા તેની ડ્રીમ વુમન છે, અલ્મેડાએ કહ્યું કે તે પણ ગેરીને ખૂબ પ્રેમ કરે છે. અલ્મેડા કહે છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે.

આ દંપતીનું કહેવું છે કે તેમનું પરિણીત જીવન સરસ ચાલી રહ્યું છે અને તેઓ તેને ચાલુ રાખશે. તાજેતરમાં તેમણે તેમની છઠ્ઠી લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરી અને સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પોસ્ટ કરી હતી.

અલ્મેડા અને ગેરી એકબીજા સાથે લગ્ન કરીને ખુશ છે. તેઓ કહે છે કે આપણે તે જ કરવું જોઈએ જે આપણને જીવનમાં ખુશ રાખી શકે. અલ્મેડાએ કહ્યું છે કે ગેરીની કંપની તેને નવી ઉર્જાથી ભરી દે છે અને તે પોતે પણ યુવાન અનુભવવા લાગી છે.

Scroll to Top