પુલવામા આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન પર સૌથી મોટી કાર્યવાહી કરી હોવાના અહેવાલ આવી રહ્યા છે. પાકિસ્તાને સામેથી જ આરોપ લગાવતા કહ્યું છે કે ભારતીય વાયુસેનાએ LOC નું ઉલ્લંઘન કરીને પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો છે. આ દરમિયાન ન્યુઝ એજન્સી ANIએ વાયુસેનાના સૂત્રોના હવાલે જણાવ્યું છે કે ભારતીય યુદ્ધ વિમાનોએ સોમવારની મોડી રાત અને મંગળવારની વહેલી સવારે 3 થી 3-30 વાગ્યે પાકિસ્તાન દ્વારા કબ્જો જમાવવામાં આવેલ કાશ્મીરમાં આતંકીઓના ઠેકાણા પર 1000 કિલોના બોમ્બ દાગવામાં આવ્યા હતા.
ન્યુઝ એજન્સી ANI અનુસાર ભારતીય વાયુસેનાના લગભગ 12 જેટલા મિરાજ 2000 યુદ્ધ વિમાનોએ સરહદ પાર કરીને આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. તેમજ આ તમામ કેમ્પોને પૂર્ણરુપે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતે પોતાની સેનાની ત્રણેય પાંખને કાર્યવાહી કરવા માટે ખુલ્લી છૂટ આપી દેવામાં આવી હતી. તેમજ વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે પુલવામા હુમલા પાછળના આરોપીઓને છોડવામાં નહીં આવે અને સેના તેના હિસાબે બદલો લેવા માટે સ્વતંત્ર છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા છે.
ભારતીય સરહદ ઉલ્લંઘનનો આરોપ લગાવીને ટ્વીટ કર્યું હતું કે પાકિસ્તાનની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે એક ટ્વીટ કરીને લખ્યું છે કે, ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદ સેક્ટરથી ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. તેમણે આગળ લખ્યું કે પાકિસ્તાની સેના દ્વારા ઘૂસણખોરીનો જવાબ આપવામાં આવ્યો છે. તેમણે માહિતી આપી કે, ઘટનામાં કોઈ પ્રકારનું નુકસાન નથી થયું. જોકે, ભારતીય વાયુસેનાના સૂત્રોની વાત રજૂ કરાઈ છે. નોંધનીય છે કે, પુલવામા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ આવી છે.
જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના 40 જવાનોનો ભોગ લેનાર પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓની સંડોવણીને પગલે ભારતે આજે પાકિસ્તાન વિરુદ્ધ મોટું લશ્કરી પગલું ભર્યું છે. ગઈ વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે ભારતીય હવાઈ દળના 12 મિરાજ-2000 વિમાનોએ અંકુશ રેખા પરના ત્રાસવાદી અડ્ડાઓ પર બોમ્બ ઝીંક્યા હતા અને અડ્ડાઓનો સંપૂર્ણપણે નાશ કરી દીધો છે.
આ જાણકારી હવાઈ દળના સૂત્રો તરફથી મળી છે. હવાઈ દળના 12 મિરાજ-2000 જેટ વિમાનોએ ત્રાસવાદી કેમ્પ્સ પર હલ્લો કર્યો છે અને અડ્ડાઓનો નાશ કરી દીધો છે. આમ, ભારતે પુલવામા હુમલાનો જોરદાર રીતે બદલો લીધો છે.
પાકિસ્તાન લશ્કરે પણ આ હુમલાને સમર્થન આપ્યું છે. એણે દાવો કર્યો છે કે ભારતીય હવાઈ દળના વિમાનોએ અંકુશ રેખા પાર કરી હતી અને પાકિસ્તાની સીમાની અંદર બાલાકોટ નજીક બોમ્બ ફેંક્યો હતો.