ભારતીય વાયુ સેનાએ મંગળવારે વહેલી સવારે POK માં ઘૂસીને પાકિસ્તાનના આંતકવાદી અડ્ડાઓને નેસતોનાબુદ કરી દીધા. ભારત એ ફક્ત 21 મિનિટના હુમલામાં પાકિસ્તાનના આ શેત્ર માં તમામ આંતકવાદી અડ્ડા નો નાશ કર્યો હતો.
આ કાર્યવાહીમાં 300 થી વધુ આતંકી માર્યા ગયા તેવી માહિતી પણ મળી છે. આ હુમલામાં ઇઝરાઈલના અવોક્સ (નેત્ર) એ પાકિસ્તાન ના તમામ રડાર જામ કર્યા હતા. આ પછી હારોન ડ્રોન એ POK માં છુપાયેલ તમામ આતંકવાદી ઓની જાણકારી આપી હતી. જેને લઈ ને ભારત એ મીરાજ-2000 ને આતંકીઓ ના તમામ ઠેકાણા ઠેકાણે પાડી દીધા.
ઉલ્લેખનીય છે કે પુલાવામાં જે હુમલો થયો પછી ભારત પાકિસ્તાનની તમામ હરકત ઉપર બાઝ નઝર રાખીને બેઠું હતું. આ ઉપરાંત રાજસ્થાન ના પોખરણ ખાતે સેનાએ યુદ્ધ અભ્યાસ પણ કર્યો હતો. ગઈકાલે રાત્રે 3:30 ની આજુબાજુ ભારત એ પોતાના 12 મીરાજ પ્લેન POK માં મોકલ્યા હતા જેને આ પાકિસ્તાની આતંકીઓના અડ્ડા ને નેસતોનાબુદ કરી દિધા.
કેવી રીતે આપણા જેટ્સને ના પકડી શક્યું પાકિસ્તાની રડાર
લેફ્ટિનેન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ પીઓકેમાં કરેલ એરસ્ટ્રાઇક માટે ભારત સરકારને અભિનંદન પાઠવ્યા છે. 2016 માં ભારતે પાકિસ્તાનમાં જે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી તે ડીએસ હુડ્ડાએ લીડ કરી હતી. મંગળવારે સવારે ઇન્ટેલિજેન્સની સહાયતાથી ઇન્ડિયન ફોર્સના 12 મિરાજ 2000 જેટે બાલાકોટમાં એક હજાર કિલોનો બોમ્બ ગિરાવ્યો હતો.
વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું હતું કે મોટી સંખ્યામાં જૈશ એ મોહમ્મદના આતંકવાદી, ટ્રેનર, વરિષ્ઠ કમાન્ડર્સને ત્યાં ફિદાયીન હુમલાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. આ એર સ્ટ્રાઇકછી પાકિસ્તાનને સંદેશો જશે કે ભારત હવે વધારે સહન કરી શકશે નહીં. એક સ્ટ્રાઇક પૂરી રીતે પ્રોફેશનલ હતી.
આ સિવાય ખાસ રસ્તા અને ઉચ્ચ ક્ષમતાવાળા જૈમરનો પ્રયોગ કરવાના કારણે આપણે આમ કરી શક્યા છીએ. આથી પાકિસ્તાનના રડારમાં આવ્યા ન હતા. ભારતીય વાયુસેના પાકિસ્તાની સેના કરતા ટેકનિકની રુપમાં વધારે આગળ છે.
ડીએસ હુડ્ડાએ કહ્યું હતું કે ભારતની ધરતી ઉપર હુમલો કરતા પહેલા કોઈએ એ વિચારવું ન જોઈએ કે ભારત તેનો જવાબ નહીં આપે. 2016 માં ઉરી હુમલા દરમિયાન પણ આ રીતના વધારે હુમલો થવા જોઈતા હતા. પાકિસ્તાન અને પીઓકે વચ્ચે બધા કેમ્પ બનેલા છે.
જ્યારે સવાલ કરવામાં આવ્યો કે જૈશ એ મોહમ્મદના કેન્દ્ર બહાવલપુરમાં કેમ હુમલો કરવામાં ન આવ્યો. તો તેમણે કહ્યું હતું કે તેમાં જાનમાલનું નુકસાન થઈ શકતું હતું. પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવે કહ્યું હતું કે જે ટાર્ગેટને પસંદ કર્યા હતા તેનાથી અમારો ઉદેશ્ય હતો કે નાગરિકોને કોઈ નુકસાન ન થાય. જ્યાં સ્ટ્રાઇક કરી છે તે જંગલોમાં પહાડી ઉપર બનેલા છે.