સાઉથની અભિનેત્રીનું અડધી રાત્રે અપહરણ, બે કલાક સુધી કારમાં કર્યું ન કરવાનું કામ

Kerala High Court Judge recuses from hearing: કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશે મંગળવારે 2017ના જાતીય શોષણના કેસમાં પીડિત અભિનેત્રીની વિનંતી પર સુનાવણીમાંથી પોતાને પાછા ખેંચી લીધા. પીડિતાએ આ મામલે રાજકીય હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો છે. તેણે ન્યાયાધીશને વિનંતી કરી હતી કે તે તેની અરજી સાંભળે નહીં. અરજદારના વકીલની વિનંતી પર જસ્ટિસ કૌસર ઈદાપ્પગથે આ નિર્ણય લીધો હતો.

વકીલની અપીલ પર ન્યાયાધીશે સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા

અરજદારે કેરળ હાઈકોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ અરજી દાખલ કરીને વિનંતી કરી હતી કે, આ મામલાની સુનાવણી જસ્ટિસ કૌસર ઈદાપ્પાગથ દ્વારા કરવામાં ન આવે, પરંતુ તેમ છતાં આ મામલો તેમની કોર્ટમાં સૂચિબદ્ધ હતો. આ પછી વકીલે વિનંતી કરી કે, આ મામલાની સુનાવણી અન્ય જજ દ્વારા કરવામાં આવે. આ વિનંતીને ધ્યાનમાં લઈને જસ્ટિસ કૌસર ઈદાપ્પગથે સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા હતા.

અપહરણ બાદ અભિનેત્રીની છેડતી કરવામાં આવી હતી

અરજદાર-અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે આ કેસમાં તપાસને પાટા પરથી ઉતારવાના પ્રયાસો થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રીનું વર્ષ 2017માં 17 ફેબ્રુઆરીની રાત્રે કેટલાક આરોપીઓએ અપહરણ કર્યું હતું. આ પછી તેની સાથે કથિત રીતે બે કલાક સુધી કારમાં છેડતી કરવામાં આવી અને પછી તેઓ ભાગી ગયા. આ ઘટનાનો વીડિયો આરોપીએ અભિનેત્રીને બ્લેકમેલ કરવા માટે બનાવ્યો હતો.

આ કેસમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે

અભિનેત્રીના અપહરણ અને છેડતીના કેસમાં પોલીસે 10માંથી 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં અભિનેતા દિલીપની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા.

Scroll to Top