બોલિવૂડના કિંગ ખાનના પુત્ર આર્યન ખાનને મુંબઈના પ્રખ્યાત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કોર્ટમાંથી ક્લીનચીટ મળી છે. નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે NDPS કોર્ટમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નથી.
ક્રુઝ ડ્રગ્સ કેસમાં મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને ચાર્ટશીટમાં ક્લીનચીટ મળી નથી. બંનેનો ડ્રગ્સ કેસમાં આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 6 લોકો સામે કોઈ પુરાવા મળ્યા નથી. જેમની સામે પુરાવા મળ્યા નથી તેમાં આર્યન ખાન સિવાય સાહુ, આનંદ, સુનીલ સેહ, અરોરાનો સમાવેશ થાય છે. બાકીના 14 લોકો સામે ક્રુઝ ડ્રગ્સનો કેસ નોંધવામાં આવ્યો છે. તેને ક્લીનચીટ મળી નથી. આ 14 લોકો સામે કેસ ચલાવવામાં આવશે.
NCB આજે મુંબઈ કોર્ટમાં આર્યન ખાન ડ્રગ કનેક્શન કેસમાં મહત્વની ચાર્જશીટ દાખલ કરવા જઈ રહી છે. દિલ્હીથી એનસીબીના અધિકારીઓ ચાર્જશીટ લઈને મુંબઈ પહોંચી ગયા છે. NCB દિલ્હી ટીમના અધિકારીઓ મુંબઈ કોર્ટમાં હાજર છે. ડીડીજી સંજય સિંહના નેતૃત્વમાં આ મહત્વપૂર્ણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી રહી છે. 2 ઓક્ટોબરે NCB દ્વારા ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આર્યન ખાન સહિત કુલ 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ પરથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તમામ આરોપીઓ અલગ અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં આર્યન ખાનને ત્રણ અઠવાડિયાથી વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું.