બેંકો આજે આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ છે. દેશમાં મોટાભાગના લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. અને તેમા લોકો પૈસા અને ઘરેણાં બેંકમાં રાખે છે. આ સિવાય કેટલાક લોકો બેંકોમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ રાખે છે. આજે અમે તમને સદીઓ જૂની બેંકિંગ સિસ્ટમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સિવાય એ પણ જણાવવામાં આવશે કે પહેલા માત્ર પૈસા અને ઘરેણાં જ નહીં પરંતુ અનાજ પણ બેંકોમાં રાખવામાં આવતું હતું.
વિશ્વની સૌથી જૂની બેંક
મોરોક્કન વર્લ્ડ ન્યૂઝ અનુસાર, સદીઓ પહેલા મોરોક્કોમાં અમેઝી સમુદાય દ્વારા ઉપયોગમાં લેવાતી બેંકિંગ સિસ્ટમને રબાત-ઇગુદર કહેવામાં આવતું હતું. તે વિશ્વની સૌથી જૂની બેંક માનવામાં આવે છે. ટાસ્કડેલ્ટ ગ્રુપના ડેપ્યુટી હેડ ઓફકીરે જણાવ્યું હતું કે આ પ્રારંભિક બેંકોનું સંચાલન એક સચિવ દ્વારા કરવામાં આવતું હતું. આ સેક્રેટરી ‘લેમીન’ તરીકે ઓળખાતા હતા.
અરેબિક અખબાર એમરાત અલ યુમના જણાવ્યા અનુસાર, લગભગ 10 લોકોની સમિતિએ આ બેંકની દેખરેખ રાખી હતી, આ સમિતિ ઈન્ફલાસ તરીકે ઓળખાતી હતી. ઇન્ફ્લાસની રચના વિવિધ જાતિના પ્રતિનિધિઓથી કરવામાં આવી હતી. રોઇટર્સનો વીડિયો બતાવે છે કે ઇગુદારે આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ઇગુદરને ‘અગાદિર’ પણ કહેવામાં આવે છે.
પર્વતીય બેંકિંગ સિસ્ટમ
ઘણા સંશોધકોએ આ અદ્ભુત અનાજના ભંડારને માનવ ઇતિહાસની સૌથી જૂની બેંકિંગ સિસ્ટમ ગણાવી છે. આ બેંકનો ઉપયોગ ઘઉં, જવ, આભૂષણો અને કાયદાકીય દસ્તાવેજો જેવા અનાજનો સંગ્રહ કરવા માટે થતો હતો. રોઇટર્સ સાથે વાત કરતા, સંશોધન પ્રોફેસર ખાલિદ અલરોદે કહ્યું હતું કે આ સામૂહિક અનાજ બેંકોની શરૂઆતની નિશાની હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ પ્રણાલી આપણા પર્વતો જેટલી જૂની હોઈ શકે છે.