VIDEO: હાર્દિક પંડ્યાએ વિકેટ મળતા જ તમામ હદો પાર કરી! મિડલ ગ્રાઉન્ડ અમ્પાયર સાથે કર્યું આવું કૃત્ય

IPL 2022ની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ની જીતનો હીરો કેપ્ટન હાર્દિક પંડ્યા હતો. હાર્દિકે આ મેચમાં બોલ અને બેટ બંનેથી ધમાલ મચાવી હતી. રાજસ્થાન રોયલ્સ (RR)ની ઇનિંગ્સ દરમિયાન વિકેટ લીધા બાદ હાર્દિક પંડ્યાએ અમ્પાયર સાથે એવું વર્તન કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

હાર્દિકે અમ્પાયર સાથે આ કૃત્ય કર્યું હતું

રાજસ્થાન રોયલ્સ (RR) એ આ મેચમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે હાર્દિક પંડ્યાએ ખોટો સાબિત કર્યો હતો. હાર્દિકે આ મેચમાં સંજુ સેમસન, જોસ બટલર અને શિમરોન હેટમાયર જેવા મોટા બેટ્સમેનોની વિકેટ લીધી હતી. હેટમાયર તેના જ બોલ પર કેચ થયા પછી હાર્દિકે ઓન-ફિલ્ડ અમ્પાયર ક્રિસ ગેફેની પાસે બોલ ફેંક્યો હતો. બોલ અચાનક તેની તરફ આવતા અમ્પાયરો ચોંકી ગયા હતા, ત્યારબાદ હાર્દિક અમ્પાયર પાસે દોડી ગયો હતો અને તેમની મજાક ઉડાવતો જોવા મળ્યો હતો. આ ઘટના જોઈને કોઈ હસવાનું રોકી શક્યું નહીં.

ફાઈનલ મેચમાં હાર્દિકનું પ્રદર્શન

ગુજરાત ટાઇટન્સ (GT)ના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ફાઇનલ મેચમાં પોતાના દમ પર ટીમને ચેમ્પિયન બનાવી હતી. મેચમાં પ્રથમ બોલિંગ કરતા હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 4.25ની ઈકોનોમી સાથે માત્ર 17 રન આપ્યા અને 3 મોટા શિકાર બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા ટીમને તેની પાસેથી સારી ઇનિંગની અપેક્ષા હતી અને હાર્દિકે પણ એવું જ કર્યું. આ મેચમાં તેના બેટમાં 30 બોલમાં 34 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી.

Scroll to Top