ફાસ્ટ બોલર દીપક ચાહર તેની મંગેતર જયા ભારદ્વાજ સાથે લગ્ન કરવાનો છે. રિપોર્ટ અનુસાર, દીપક 1 જૂનના રોજ લગ્ન કરશે. દીપકના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. તમને જણાવી દઈએ કે 2021 IPL દરમિયાન જ દીપકે સ્ટેડિયમમાં જયાને પ્રપોઝ કર્યું હતું. ફાસ્ટ બોલર તેની મંગેતર જયા ભારદ્વાજ સાથે 1 જૂને આગ્રામાં 7 ફેરા લેશે. દીપકના લગ્નમાં નજીકના લોકો સિવાય ક્રિકેટર્સ પણ હાજરી આપી શકે છે.
રિપોર્ટ અનુસાર, દીપકે પોતાના મેન્ટર અને CSKના કેપ્ટન ધોનીને પણ લગ્ન માટે આમંત્રણ મોકલ્યું છે. આ સિવાય કોહલી, રોહિત ઉપરાંત ઘણા ક્રિકેટરોને લગ્ન માટે આમંત્રણ આપવામાં આપ્યું છે. જોવાનું એ રહેશે કે કેટલા ક્રિકેટરો સમય કાઢીને ચાહરના લગ્નમાં પહોંચે છે.
A special moment for @deepak_chahar9! 💍 💛
Heartiest congratulations! 👏 👏#VIVOIPL | #CSKvPBKS | @ChennaiIPL pic.twitter.com/tLB4DyIGLo
— IndianPremierLeague (@IPL) October 7, 2021
IPL 2022 ની શરૂઆત પહેલા ઈજાગ્રસ્ત
આ વખતે દીપક ચાહર આઈપીએલમાં રમી શક્યો ન હતો, જેના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે સમગ્ર સિઝનમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું અને પ્લેઓફમાં પહોંચી શક્યું ન હતું. CSK આ વખતે પોઈન્ટ ટેબલમાં 9માં નંબરે રહ્યું છે. IPL મેગા ઓક્શનમાં દીપકને CSKએ 14 કરોડમાં ખરીદ્યો હતો અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો પરંતુ તેની પીઠના દુખાવાએ તેને ક્રિકેટના મેદાનમાંથી બહાર કરી દીધો હતો. આ જ કારણ હતું કે તે આખી આઈપીએલમાંથી બહાર થઈ ગયો હતો.