ગોવાના મુખ્ય મંત્રી મનોહર પર્રિકરનું નિધન

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનુંં લાંબી માંદગી બાગ રવિાવારે સાંજે નિધન થયું છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમની તબિયત સ્થિર છે જોકે રવિવારે સાંજે સીએમ ઑફિસે તેમની તબિયત અત્યંત નાજૂક હોવાની પુષ્ટી કરી હતી. જોકે, આ બધાની વચ્ચે રવિવારે સાંજે જાહેર કરવામાં આવ્યું છે કે ગોવાના મુખ્યમંત્રીનું નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા અને તેમને પેનક્રિયાનુ કેન્સર હતું.

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટર પર પારિકરના નિધન બાદ શ્રદ્ઘાંજલી પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે પારિકરના નિધનના સમાચાર સાંભળી દુઃખ થયું છે. તેમણે લખ્યું હતું કે જેમણે સતત સેવા કરી તેવા વ્યક્તિના નિધનથી દુઃખ અનુભવું છું.

ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મનોહર પારિકરને પેન્ક્રિયાના કેન્સરની બિમારીનું નિદાન થયું હતું. ત્યારબાદ તેમને ગોવા, મુંબઈ, ન્યૂયોર્ક સહિત અનેક શહેરોમાં સારવાર આપવામાં આવી હતી.

ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષામંત્રી પારિકરની તબિયત છેલ્લા બે દિવસથી અત્યંત ખરાબ થઈ છે. આ બધાની વચ્ચે કોંગ્રેસે સરકાર રચવાનો દાવો કરતા ગોવાનું રાજકારણ ગરમાયું હતું.

ગોવામાં ગઈકાલે ભાજપના ધારાસભ્યની એક મીટિંગ મળી હતી ત્યારબાદ ચર્ચા હતી કે ગોવામાં ભાજપ કોંગ્રેસના નેતા દિગમ્બર કામતને ભાજપમાં ભેળવી અને તેમને મુખ્યમંત્રી બનાવી શકે છે. પણજીમાં મળેલી ધારાસભ્યોની આ બેઠકમાં ચર્ચા થઈ હતી. રાજ્યસભાના સાંસદ અને રાજ્યના ભાજપ પ્રમુખ વિનય તેંડુલકરે જણાવ્યું હતું અમે રાજકીય સ્થિતિની ચર્ચા કરી છે જોકે, હજુ સુધી નેતૃત્વ પરિવર્તનનો કોઈ પ્રશ્ન ઉદભવતો નથી.

ભાજપના સહયોગી 6 ધારાસભ્યોના દળે શનિવારે પારિકરની મુલાકાત લીધી હતી અને ભાજપ સરકારને સમર્થન યથાવત હોવાનું જાહેર કર્યુ હતું. ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રેસિડેન્ટ વિજય સરદેસાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની તબિયત સ્થિર છે.

તેમણે કહ્યું હતું કે મેડિકલની ભાષામાં શું કહેવાય તેની મને જાણ નથી પરંતુ મુખ્યમંત્રી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર નથી. આ નિવેદન ગઈકાલનું હતું જોકે, આજે અચાનક જ સીએમ ઓફિસે ટ્વીટ કરતા ફરીથી પારિકરના સ્વાસ્થ્ય અંગે અટકળો થઈ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top