ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મિટીંગો બાદ આખરે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. આ આખરી યાદી લઈને ભાજપનું શિર્ષ નેતૃત્વ દિલ્હી જશે.
ઉલ્લેખનીય છે કે, હોળી પછી ભાજપના નેતાઓ દિલ્હી જઈને આ યાદી હાઈકમાન્ડને સોંપશે. તો અન્ય રાજ્યની પણ તબક્કાવાર યાદી મંગાવવામાં આવી છે. મુખ્યમંત્રી પણ હોળી પછી દિલ્હી જાય તેવી સંભાવના છે.
દિલ્હી ભાજપ હેડક્વાર્ટર ખાતે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ. પાંચ કલાકથી પણ વધુ સમય સુધી આ બેઠક યોજાઈ હતી. તો આ બેઠકમાં છત્તીસગઢ અને રાજસ્થાનના ઉમેદવારોને લઈને ભારે ચર્ચા વિચારણા થઈ.
આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે છત્તીસગઢમાં ભાજપ તમામ 11 સીટો પર ઉમેદવારોને ઉતારશે. મહત્વની વાત તો એ છે કે, છત્તીસગઢમાં તમામ 11 સીટો પર નવા ઉમેદવારોને ભાજપ ટિકિટ આપશે.
ત્યારે હાલના કાર્યરત તમામ સાંસદોની ટિકિટ કપાઈ છે. હવે જોવાનુ એ રહ્યુ કે ભાજપ પોતાના ઉમેદવારોની યાદીમાં કોને સ્થાન આપશે. તો કાર્યરત તમામ સાંસદોની ટિકિટ કપાતા ભાજપના સાંસદોમાં પણ રોષ સામે આવ્યો છે.
કઈ બેઠક પર કોનું નામ?
ન્યૂઝ18 ગુજરાતીને મળેલી માહિતી પ્રમાણે કચ્છની બેઠક પરથી નરેશ મહેશ્વરી, પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોર, ગાંધીનગર બેઠક પરથી સી.જે. ચાવડા, નવસારી બેઠક પરથી ધર્મેન્દ્ર પટેલ અને બારડોલી બેઠક પરથી તુષાર ચૌધરીના નામ પર અંતિમ મહોર લાગી શકે છે.
ચાર નામ જાહેર થઈ ચુક્યા છે જાહેર
આ પહેલા કોંગ્રેસ તરફથી ગુજરાતની ચાર બેઠક માટે નામ જાહેર થઈ ચુક્યા છે. જે પ્રમાણે આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી, અમદાવાદ પશ્ચિમ બેઠક પર રાજુ પરમાર, વડોદરા બેઠક પર પ્રશાંત પટેલ અને છોટાઉદેપુર બેઠક પર રણજીત રાઠવા ચૂંટણી લડશે.
જગદીશ ઠાકોર પાટણના દિગ્ગજ કોંગ્રેસી નેતા છે. ઠાકોર સમાજના મોત પર તેમનું પ્રભુત્વ છે. 2009ની લોકસબાની ચૂંટણીમાં તેઓ પાટણ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ પહેલા તેઓ બે વખત દહેગામ બેઠક પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. જગદીશ ઠાકોરની જન્મ અમદાવાદમાં થયો હતો. તેમને સંતાનોમાં બે દીકરા અને ત્રણ દીકરી છે.
કોણ છે તુષાર ચૌધરી?
તુષાર ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે. 2004માં તેઓ માંડવી બેઠક પરથી અને 2009માં તેઓ બારડોલી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. તુષાર ચૌધરીનો જન્મ વાપીમાં થયો છે. તેમનો પરિવાર સુરતમાં રહે છે. તુષાર ચૌધરીને સંતાનોમાં એક દીકરી અને એક દીકરો છે.