લગ્નના મંડપમાં વરરાજાની હાલત જોઇ દુલ્હને જાન લીલાતોરણે પાછી મોકલી દીધી, જાણો શું છે મામલો

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં લગ્નના મંડપમાં સાત ફેરા લીધા પછી વરરાજાને અચાનક વાઈનો હુમલો આવ્યો હતો. ત્યાર બાદ એક મોટો હંગામો મચી ગચો હતો. વરરાજાની હાલત જોઈને કન્યાએ જાન પાછી મોકલી દીધી હતી. વરરાજાનો પરિવાર કન્યા વગર પરત ફર્યો હતો. આ મામલામાં પોલીસે જણાવ્યું હતું કે, હાલમાં કોઈ પણ પક્ષ તરફથી ફરિયાદ મળી નથી.

મળતી માહિતી મુજબ, યુવતીના લગ્ન જિલ્લાના મૌદહા કોતવાલી વિસ્તારના ગામમાં થયા હતા. લગ્નના મંડપમાં જયમાલાના કાર્યક્રમ બાદ રાત્રે વર-કન્યાએ સાત ફેરા લીધા હતા. આ પછી જ્યારે સવારે કાલેવની વિધિ શરૂ થઈ, ત્યારે વરરાજા જમીન પર પડ્યો હતો. વરને જોઈને મંગલ ગીતો ગાતી મહિલાઓમાં દોડધામ મચી ગઈ હતી. વરને વાઈના હુમલાની જાણ થતાં જ કન્યાએ લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. દુલ્હનના નિર્ણયને લઈને હોબાળો થયો હતો.

આ પછી યુવતીના પરિવારે દુલ્હન વગર જાન લીલાદતોરણે પરત મોકલી દીધી હતી. ગામના સરપંચના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે વરરાજા વાઈના હુમલાને કારણે જાન પાછી મોકલી દેવાઇ હતી. કોઈ પણ પિતા તેની પુત્રીના લગ્ન ગંભીર બીમારીની ઝપેટમાં હોય તેવા વર સાથે જાણ્યા પછી કરી શકતા નથી. બીજી તરફ મૌદહા કોતવાલીના ઈન્સ્પેક્ટર પવનકુમાર પટેલે જણાવ્યું હતું કે ગામમાં વરરાજાની બિમારી હોવાના ખુલાસાથી જાન પરત મોકલી દેવાઇ છે. હજુ સુધી કોઈ તરફથી ફરિયાદ મળી નથી. ફરિયાદ મળતા જ મામલાની તપાસ કરવામાં આવશે.

Scroll to Top