પાકિસ્તાનનીએ પોતાના બોસને કહ્યું- ‘મોંઘવારી નથી પોષાતી, ગધેડાગાડીથી ઓફિસ આવીશ’

આર્થિક સંકટ અને વિદેશી હૂંડિયામણના અભાવનો સામનો કરી રહેલું પાકિસ્તાન નાદારીની આરે છે. તે સતત વિવિધ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લોન માંગી રહ્યું છે. છેલ્લા 7 દિવસમાં તેમણે લોન લેવા અને વસ્તુઓને પાટા પર લાવવા માટે બે વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ત્યાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ 200 રૂપિયાની ઉપર પહોંચી ગયા છે અને તે દરેકને પોસાય તેમ નથી. મોટાભાગના લોકો હવે મોટર વાહનોનો વિકલ્પ શોધી રહ્યા છે. આ કડીમાં ત્યાંના એક વ્યક્તિના પ્રયાસની આ દિવસોમાં મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ખરેખરમાં તે વ્યક્તિએ મોંઘવારીથી પરેશાન થઈને ઓફિસ આવવા માટે ગધેડા ગાડીનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી છે.

પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ

પાકિસ્તાની પત્રકાર મેહરીન ઝહરા મલિકે આ અંગે એક ટ્વિટ કર્યું છે. તેમાં એક માણસનો પત્ર છે. પત્ર લખનાર એરપોર્ટ પર કામ કરે છે. તેણે પોતાના બોસને લખેલા આ પત્રમાં કહ્યું છે કે, વધતી જતી મોંઘવારીને કારણે હું મારું વાહન કે પબ્લિક ટ્રાન્સપોર્ટ પરવડી શકતો નથી, આવી સ્થિતિમાં મને ગધેડીગાડીમાં ઓફિસ આવવાની છૂટ આપવી જોઈએ. તેમનો પત્ર હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે વખત વધારો થયો છે

જણાવી દઈએ કે ગુરુવારે બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એક સપ્તાહમાં આ બીજો વધારો હતો. હવે પાકિસ્તાનમાં પેટ્રોલ 209.86 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 204.15 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. ગુરુવારે પાકિસ્તાનના નાણામંત્રી મિફતાહ ઈસ્માઈલે કિંમતમાં વધારાની જાહેરાત કરતા કહ્યું હતું કે અત્યારે પણ સરકારને પ્રતિ લિટર 9 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે સરકાર દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે દરરોજ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે વાતચીત કરી રહી છે. અમે તેમની તમામ માંગણીઓ સ્વીકારી શકતા નથી, પરંતુ કેટલાકનો અમલ કરવો પડશે.

Scroll to Top